GSTV
Home » News » પાકે ફરી જમ્મુ-કાશ્મીરમાં શસ્ત્રવિરામ કર્યો ભંગ, એક જવાન શહીદ, 2017માં 881 વખત યુદ્ધવિરામનો ભંગ

પાકે ફરી જમ્મુ-કાશ્મીરમાં શસ્ત્રવિરામ કર્યો ભંગ, એક જવાન શહીદ, 2017માં 881 વખત યુદ્ધવિરામનો ભંગ

જમ્મુ-કાશ્મીર ખાતે પાકિસ્તાને ફરી એકવાર પોતાની નાપાક હરકત યથાવત રાખીને શસ્ત્રવિરામ ભંગ કર્યો છે. મોડી રાત્રે એક વાગ્યે રાજૌરી અને પુંછ ખાતેની અંકુશ રેખા પર પાકિસ્તાની સેના દ્વારા સવારે સાડા પાંચ વાગ્યા સુધી ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ શસ્ત્રવિરામ ભંગ દરમિયાન સામસામે થયેલા ગોળીબારમાં ભારતીય સેનાનો એક જવાન શહીદ થયો છે.

પાકિસ્તાની સેનાની નાપાક હરકતો અટકવાનું નામ લઈ રહી નથી. પાકિસ્તાની સેનાએ વર્ષના આખરી દિવસે ફરી એકવાર યુદ્ધવિરામનો ભંગ કર્યો છે. રવિવારે રાજૌરી અને પુંછ જિલ્લામાં અંકુશ રેખા પર પાકિસ્તાનના ગોળીબારમાં ભારતીય સેનાનો એક જવાન શહીદ થયો છે.

નૌશેરા સેક્ટર ખાતે ફોરવર્ડ પોસ્ટ પર તેનાત જવાન જગસરસિંહ શહીદ થયા છે. રવિવારે સવારે પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા ફાયરિંગમાં ગોળી વાગવાથી જગસરસિંહ શહીદ થયા છે. પાકિસ્તાની સેના દ્વારા પુંછની નજીક આવેલા દિગવાર સેક્ટરમાં પણ અંધાધુંધ ફાયરિંગ કરાયું છે.

2017માં જમ્મુ-કાશ્મીર ખાતે આંતરરાષ્ટ્રીય સરહદ અને અંકુશ રેખા પર પાકિસ્તાન દ્વારા 881 વખત યુદ્ધવિરામનો ભંગ કરવામાં આવ્યો છે. પાકિસ્તાન દ્વારા સરહદે કરાયેલા ફાયરિંગમાં 2017ના વર્ષનો આંકડો સાત વર્ષમાં સૌથી વધારે રહ્યો છે. 2017માં સરહદે પાકિસ્તાન તરફથી થયેલા ગોળીબારમાં 34 લોકોએ જીવ ગુમાવ્યા છે. જમ્મુ-કાશ્મીરમાં અંકુશ રેખા પર પાકિસ્તાન દ્વારા 771 વખત અને આંતરરાષ્ટ્રીય સરહદે 110 વખત ગોળીબાર કરીને શસ્ત્રવિરામ ભંગ કર્યો છે.

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના ટ્રેનિંગ સેન્ટર પર જૈશ-એ-મોહમ્મદ દ્વારા આતંકવાદી હુમલો કરવામાં આવ્યો છે. આ આતંકવાદી હુમલામાં પાંચ જવાનો શહીદ થયા છે અને વળતી કાર્યવાહીમાં બે આતંકવાદીઓને ઢેર કરવામાં સુરક્ષાદળોને સફળતા મળી છે. જો કે સર્ચ ઓપરેશન દરમિયાન ફરી એકવાર ફાયરિંગ શરૂ થયું હતું અને તેમા એક જવાન શહીદ થયો હતો.

ગઈ કાલે નવા વર્ષ પહેલા જમ્મુ-કાશ્મીરના પુલવામામાં મોટો આતંકવાદી હુમલો કરવામાં આવ્યો હતો. આત્મઘાતી આતંકવાદીઓ દ્વારા અવંતિપુરાના લીથપોરામાં સીઆરપીએફના કેમ્પને નિશાન બનાવવામાં આવ્યો હતો. સીઆરપીએફના ટ્રેનિંગ કેમ્પ પરના હુમલામાં પાંચ જવાનો શહીદ થયા.

સામસામે થયેલા ફાયરિંગમાં સુરક્ષાદળોએ બે આતંકીઓને ઠાર કર્યા હતા. સર્ચ ઓપરેશન દરમિયાન ફરીથી શરૂ થયેલા ફાયરિંગમાં એક જવાન શહીદ થયો હતો. આ હુમલાની જવાબદારી આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે લીધી હતી.

જૈશ-એ-મોહમ્મદના ફિદાઈન કડકડતી ઠંડીમાં રવિવારે રાત્રે બે વાગ્યે અને 10 મિનિટની આસપાસ સીઆરપીએફના ટ્રેનિંગ કેમ્પમાં ઘૂસ્યા હતા. આતંકવાદીઓએ પહેલા ગ્રેનેડ હુમલો કર્યો અને બાદમાં અંધાધુંધ ફાયરિંગ શરૂ કર્યું હતું. સીઆરપીએફના જવાનોએ વળતી કાર્યવાહી શરૂ કરતા. ફિદાઈન કેમ્પમાં બનેલી એક ઈમારતમાં ઘૂસી ગયા હતા. ગોળીબાર બંધ થયા બાદ સુરક્ષાદળો દ્વારા આખા વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું.

આતંકવાદીઓ છૂપાયા હતા. તે એક ચાર માળની ઈમારત હતી. આતંકવાદીઓ ઈમારતના ચોથા માળ પર હાજર હતા અને ત્યાંથી ફાયરિંગ કરી રહ્યા હતા. આ ઈમારત સીઆરપીએફના ટ્રેનિંગ સેન્ટરનો એડમિનિસ્ટ્રેટિવ બ્લોક છે. અહીં કંટ્રોલ રૂમ પણ છે. અહેવાલોમાં દાવો થઈ રહ્યો છે કે જમ્મુ-કાશ્મીર પોલીસને પુલવામા સીઆરપીએફ ટ્રેનિંગ સેન્ટર પર ફિદાઈન એટેકની સ્પેસિફિક ચેતવણી મળી હતી.

ચાર માળની ઈમારતમાં ત્રણ બ્લોક હતા, પહેલા બ્લોકમાં અધિકારીઓનું આવાસીય પરિસર, બીજા બ્લોકમાં મેન ઓફિસ સાથે ક્ષેત્રાધિકારી કાર્યાલય પણ છે. આતંકવાદીઓએ ત્રીજા બ્લોકને પોતાનું નિશાન બનાવ્યું હતું. આ બ્લોકના ગ્રાઉન્ડ ફ્લોર પર હોસ્પિટલ છે. જ્યારે પહેલા ફ્લોર પર સિગ્નલ સેન્ટર, કંટ્રોલ રૂમ અને સ્ટોર છે. બીજા અને ત્રીજા ફ્લોર ખાલી છે. આ બ્લોકમાં ટાઈપ-ટુ ક્વાર્ટરની પાસે એક જવાન તેનાત હતો અને આતંકવાદીઓએ તેને નિશાન બનાવ્યો હતો. હુમલા બાદ સીઆરપીએફ દ્વારા વળતી કાર્યવાહી શરૂ કરાઈ હતી.

મીડિયાને વ્હોટ્સએપ મેસેજ દ્વારા જૈશ-એ-મોહમ્મદે હુમલાની જવાબદારી સ્વીકારી હતી. જૈશ-એ-મોહમ્મદે કહ્યુ કે આ ફિદાઈન હુમલો તેના આતંકી કમાન્ડર નૂર ત્રાલીના મોતના બદલાની કાર્યવાહીમાં કરવામાં આવ્યો હતો.

ગત સપ્તાહે પુલવામામાં આતંકી કમાન્ડર નૂર ત્રાલીને ઠાર મારવામાં આવ્યો હતો. 2016માં જૈશ-એ-મોહમ્મદ દ્વારા પઠાનકોટ એરબેઝ પર નવા વર્ષની ઉજવણી વચ્ચે હુમલો કરાયો હતો. પઠાનકોટ હુમલામાં 80 કલાક અથડામણ ચાલી હતી અને સાત સૈનિકો શહીદ થયા હતા.

Related posts

સુરતમાં કાયદાના ધજાગરા, પીએસઆઈએ જાહેરમાં તલવારથી કાપી કેક

Nilesh Jethva

પત્નીને જુગારમાં હારી ગયો પતિ, 4 મિત્રોએ કપડાં ફાડી નાંખ્યા અને પછી….

Bansari

રણબીર-આલિયા વચ્ચે થઇ ખટપટ? હવે સાથે ફિલ્મ કરવા પણ તૈયાર નથી આ લવ બર્ડઝ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!