GSTV

જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા ત્રણ વર્ષમાં 400થી વધુ આતંકીઓની ઘૂસણખોરી

જમ્મુ અને કાશ્મીરમાં છેલ્લા ત્રણ વર્ષમાં 400થી વધુ આતંકવાદીઓએ ઘૂસણખોરી કરી છે,જેમાંથી 126થી વધુને સલામતી દળના જવાનોએ ઠાર કર્યા છે.

આ સમયમાં ઘૂસણખોરો સાથેની અથડામણમાં સલામતી દળોના 27 જવાનો શહિદ થયા છે તેમ સરકારે જણાવ્યું હતું. આ સમયમાં ચાર આતંકીઓની ધરપકડ કરાઈ છે. જમ્મુ અને કાશ્મીરમાં સરહદ પારથી ઘૂસણખોરી અટકાવવા પ્રયાસો થઈ રહ્યા છે.

રાજ્યકક્ષાના કેન્દ્રીય ગૃહમંત્રી જી. કે. રેડ્ડીએ જણાવ્યું હતું કે આતંકવાદીઓ દ્વારા ઘૂસણખોરીની વર્ષ 2018માં 143, 2017માં 136 અને 2016માં 119 ઘટના બની હતી. જોકે, આ વર્ષે બાલાકોટ પર ભારતના હવાઈ હુમલાને પગલે ચાલુ વર્ષે વર્ષ 2018માં સમાન સમયની સરખામણીમાં ઘૂસણખોરીની ઘટનાઓમાં 43 ટકાનો ઘટાડો નોંધાયો છે.

તેમણે ઉમેર્યું હતું કે આ સમય સહિત છેલ્લા પાંચ વર્ષમાં જમ્મુ અને કાશ્મીરમાં 963 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે, પરંતુ આતંકીઓ સાથે અથડામણની ઘટનાઓમાં સમાન સમયમાં 413 જવાનો શહીદ પણ થયા હતા. તેમણે જણાવ્યું હતું કે સલામતી દળના જવાનોએ આતંકવાદ પ્રત્યે સરકારની ઝીરો ટોલરન્સ નીતિને અમલમાં મૂકતાં આતંકીઓ સામે અનેક આકરા પગલાં ભર્યા હતા.

Read Also

Related posts

દેશ માટે દારૂગોળો બનાવતી કંપની હવે Coronaમાં આ બનાવવા લાગી, તમને પણ લાગશે નવાઈ

Arohi

Corona વાયરસને કારણે ઘરે રહેલી મહિલાઓ માટે સરકારે જાહેર કરી ગાઈડલાઈન : મેકઅપ કરો, નવા કપડાં પહેરો

Arohi

કોણ છે ચર્ચામાં આવેલી તબલિગી જમાતના સર્વોચ્ય નેતા, જાણો સરકારે શું કરી કાર્યવાહી

Arohi
Do NOT follow this link or you will be banned from the site!