GSTV
Home » News » જમ્મુ કાશ્મીરના ત્રાલ ગામમાં આતંકીઓ અને સેના વચ્ચે અથડામણ, એક જવાન ઘાયલ

જમ્મુ કાશ્મીરના ત્રાલ ગામમાં આતંકીઓ અને સેના વચ્ચે અથડામણ, એક જવાન ઘાયલ

જમ્મુ કાશ્મીરના પુલવામાના ત્રાલ ગામમાં આતંકવાદી અને સેના વચ્ચે અથડામણ થઈ છે. સેનાને ત્રાલમાં બેથી ત્રણ આતંકવાદીઓ છુપાયા હોવાની આશંકા છે.

આતંકવાદીઓએ સેના પર ફાયરિંગ કરતા સેનાનો એક જવાન ઘાયલ થયો છે. સેનાએ આતંકવાદીઓને ઠાર મારવા માટે ત્રાલમા ઘેરાબંધી કરી અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

જમ્મુ કાશ્મીર પોલીસના મહાનિર્દેશક એસ.પી વૈદ્યે જણાવ્યુ કે, ત્રાલમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડાણમ ચાલી રહી છે. જેથી સેનાએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને કાર્યવાહી હાથ ધરી છે. એસ.પી વૈદ્યએ આ માહિતી ટ્વિટ કરીને આપી હતી.

Related posts

સ્વચ્છ અને સુરક્ષિત ઉર્જા માટે તરસી રહેલી દુનિયા, ચંદ્રયાન-2 મિશન આશાનું નવું કિરણ

Path Shah

કર્ણાટક સંકટ: યેદિયુરપ્પા ફ્લોર ટેસ્ટ પર અડગ, ભુખ્યા રહેશુ પણ આજે જ કરાવો વોટિંગ

Kaushik Bavishi

રાજ્યસભામાં સાંસદોએ કર્યુ આવુ વર્તન કે ઉપસભાપતિ થયા નારાજ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!