GSTV
World

Cases
3591419
Active
2746098
Recoverd
394780
Death
INDIA

Cases
115942
Active
114073
Recoverd
6642
Death

રમઝાનના પહેલા દિવસે જ આતંકવાદીઓએ પોલીસ ચોકીને નિશાન બનાવી, ત્રણ રાઈફલ છીનવી ફરાર

ભારત સરકાર દ્વારા રમઝાનના મહિનામાં સૈન્ય ઓપરેશન નહીં ચલાવવાનો નિર્ણય કદાચ આતંકવાદીઓને માફક આવી રહ્યો નથી. રમઝાનના પહેલા દિવસે જ આતંકવાદીઓએ શ્રીનગરમાં મોડી રાત્રે એક ઉમ્બાડિયું કર્યું છે.

ડલગેટ વિસ્તારમાં એક સુરક્ષા ચોકી પરથી પોલીસકર્મીઓની ત્રણ રાઈફલ છીનવીને આતંકવાદીઓ ફરાર થયા છે. આતંકવાદીઓએ ડલગેટ વિસ્તારમાં પર્યટન કેન્દ્ર ખાતે એક પોલીસ ચોકીને નિશાન બનાવી હતી. આ ઘટના બાદ સુરક્ષાદળોએ આખા વિસ્તારની તાત્કાલિક નાકાબંધી કરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. જો કે હજી સુધી કોઈપણ આતંકવાદીઓની પકડાવાની માહિતી નથી.

મહત્વપૂર્ણ છે કે જમ્મુ-કાશ્મીરના મુખ્યપ્રધાન મહબૂબા મુફ્તિના અનુરોધને સ્વીકારીને કેન્દ્ર સરકારે રમઝાન માસ દરમિયાન કાશ્મીરમાં સૈન્ય ઓપરેશન હાથ નહીં ધરવાનો નિર્ણય કર્યો છે.

કેન્દ્ર સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે જો આમ છતાં પણ આતંકવાદીઓ તરફથી કોઈ હુમલો કરવામાં આવશે. તો સુરક્ષાદળો આનો યોગ્ય જવાબ આપશે.

Related posts

જમ્મુ કાશ્મીરના શોપિયામાં સુરક્ષાદળોએ ત્રણ આતંકીઓને કર્યા ઢેર, સર્ચ ઓપરેશન ચાલુ

Harshad Patel

ચાની મજા ડબલ કરતું આદુ વાળ માટે પણ છે જાદુ જેવું, જાણી લો શું છે ફાયદા

Arohi

World Food Safety Day 2020 : જાણો, વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસનો ઇતિહાસ અને મહત્ત્વ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!