GSTV
Home » News » જમ્મુ કાશ્મીરમાં પંચાયત ચૂંટણીની જાહેરાત, 13 હજાર પંચાયતો માટે થશે મતદાન

જમ્મુ કાશ્મીરમાં પંચાયત ચૂંટણીની જાહેરાત, 13 હજાર પંચાયતો માટે થશે મતદાન

જમ્મુ અને કાશ્મીરમાં પંચાયતની પેટાચૂંટણી માર્ચમાં યોજાશે. લગભગ 13,000 ખાલી પંચાયતો માટે આ ચૂંટણી થશે. આ અંગેની જાહેરાત જમ્મુ કાશ્મીરના મુખ્ય ચૂંટણી અધિકારીએ કરી છે. ગત વર્ષે ઓગસ્ટમાં જમ્મુ અને કાશ્મીરમાં વિશેષ રાજ્યનો દરજ્જો હટાવ્યા બાદ કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવ્યા બાદ પ્રથમ વખત રાજકીય ગતિવિધિ હાથ ધરાઈ છે. જમ્મુ કાશ્મીરના મુખ્ય ચૂંટણી અધિકારી શૈલેન્દ્ર કુમારે જણાવ્યું હતું કે, આ ચૂંટણી આઠ તબક્કામાં થશે. સાથે ગુરૂવારના રોજ જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી આચાર સંહિતા લાગૂ થઈ જશે.

વર્ષ 2018માં થયેલી પંચાયત ચૂંટણીની બે મુખ્ય પાર્ટી નેશનલ કોંન્ફેંસ અને પીડીપીએ બહિષ્કાર કર્યો હતો. ત્યાર બાદ લગભગ 12 હજાર સીટ ખાલી પડી છે. આ બાજુ કાશ્મીરમાં પરિસ્થિતીનો તાગ મેળવવામાં આવેલા વિદેશી રાજદૂતોના પ્રતિનિધિમંડળે સેનાના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી.

જમ્મુ કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદ 6 મહિને કેન્દ્રશાસિત પ્રદેશની સ્થિતી જાણવા માટે સ્થળ પર જઈને 25 વિદેશી રાજદૂતો કાશ્મીર પહોંચ્યા હતા. આ રાજદૂતોને લાવવાનું આયોજન કેન્દ્ર સરકારે ગોઠવ્યું હતું. હાલમાં પણ એક વિદેશી રાજદૂતોનું જૂથ જમ્મુ અને કાશ્મીરમાં છે. જેમાં અફઘાનિસ્તાન, ઓસ્ટ્રિયા, બુલ્ગારિયા, કેનેડા, ચેક ગણરાડ્ય, ડેનમાર્ક, ડોમિનિકન, રિપબ્લિક, યુરોપીય સંઘ, ફ્રાંસ, જર્મની, ગિનિયા ગણરાજ્ય, હંગેરી અને કેન્યાના રાજદૂતો આવ્યા છે.

READ ALSO

Related posts

પશ્ચિમી એશિયાના બહેરીન અને કુવૈત પણ કોરોનાની ઝપટમાં, 31 દેશોમાં કરી ચુક્યો છે પગ પેસારો

Arohi

દિલ્હી વિવાદ: ગૃહપ્રધાન અમિત શાહે બોલાવી ઉચ્ચસ્તરીય બેઠક, ઉપરાજ્યપાલ સહિત મુખ્યપ્રધાન સાથે કરશે મુલાકાત

Arohi

દેશનો પ્રથમ 5જી ફોન થયો લોન્ચ, જાણો તેનાં અદ્યતન ફિચર્સ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!