GSTV
Home » News » સુપ્રીમ કોર્ટમાં થનાર અનુચ્છેદ-35Aની સુનવણીના વિરોધમાં કાશ્મીર ખીણમાં બે દિવસના બંધનું એલાન

સુપ્રીમ કોર્ટમાં થનાર અનુચ્છેદ-35Aની સુનવણીના વિરોધમાં કાશ્મીર ખીણમાં બે દિવસના બંધનું એલાન

અનુચ્છેદ-35-એની કાયદેસરતાને સુપ્રીમ કોર્ટમાં પડકારવાના વિરોધમાં ભાગલાવાદીઓએ કાશ્મીર ખીણમાં ગુરુવારથી બે દિવસના બંધનું એલાન કર્યું છે. તેની અસર કાશ્મીર ખીણના લોકોના જનજીવન પર પડી છે અને તેમના દૈનિક કામકાજ પર પણ અસર પડી છે. ઘણાં લોકોએ 29 ઓગસ્ટથી બીજી સપ્ટેમ્બર દરમિયાન આયોજીત થનારા લગ્ન સમારંભો અને દાવતોને પાછી ઠેલી છે. પોતાના સગા-સંબંધીઓ, દોસ્તો અને નિકટવર્તીઓને અખબારોમાં જાહેરાત આપીને આની જાણકારી આપવામાં આવી છે. તો કેટલાક લોકોએ આવા કાર્યક્રમો સાદગીથી કરવાનો નિર્ણય કર્યો છે.

અનુચ્છેદ-35-એની કાયદેસરતાના મામલે સુપ્રીમ કોર્ટમાં 31 ઓગસ્ટે આગામી સુનાવણી હાથ ધરાશે. મહત્વપૂર્ણ છે કે અનુચ્છેદ-35એ હેઠળ જમ્મુ-કાશ્મીર સરકારને મૂળ નિવાસીઓની વ્યાખ્યા નક્કી કરવાનો વિશેષાધિકાર પ્રાપ્ત થયેલો છે. 1954માં તત્કાલિન રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રપ્રસાદના આદેશ પર અનુચ્છેદ-35એના સામેલ  કરવામાં આવી હતી. આ જોગવાઈ મુજબ અન્ય રાજ્યોના નાગરીકો જમ્મુ-કાશ્મીરમાં મકાન અથવા જમીનની ખરીદી કરી શકતા નથી. જમ્મુ-કાશ્મીરમાં જન્મેલી મહિલાઓ અન્ય રાજ્યોના પુરુષો સાથે લગ્ન કરે તો તેવી સ્થિતિમાં તેમનો રાજ્યની મિલ્કતોની ખરીદી, માલિકી હક રાખવો અને પૈતૃક સંપત્તિ પરના તેમના બાળકોનો અધિકાર સમાપ્ત થઈ જાય છે. જો કે જમ્મુ-કાશ્મીરના પુરુષો આ જોગવાઈમાં સામેલ કરાયા નથી.

 

Related posts

Brexit: મહારાણીની લીલીઝંડી બાદ બ્રેક્ઝિટને મંજૂરી, સંસદમાં પાસ થયું બિલ

Pravin Makwana

પીએમ મોદી 26 જાન્યુઆરીના રોજ રાજપથ પર પરેડ શરૂ થતા પહેલા આ જગ્યા પર જશે

Nilesh Jethva

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરુદ્ધ છેતરપીંડીનો દાખલ થયો કેસ,

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!