GSTV
India News Trending

ઈતિહાસ સર્જાયો- ભૂગોળ બદલાયુ: દેશમાં 1 રાજ્ય ઘટ્યુ, 9 કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યા

નરેન્દ્ર મોદી સરકારના સોમવારને પાંચ ઓગષ્ટે આપેલાં ઐતિહાસિક નિર્ણયે દેશમાં રાજ્યોની સંખ્યા ઘટાડી દીધી છે. તેની સાથે જ કેન્દ્રશાસિત રાજ્યોની સંખ્યા વધારીને સાતથી નવ કરી દીધી છે. જે કોઈ પણ પ્રતિસ્પર્ધી પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તો જરૂરી છેકે, તમે આ નવી જાણકારી જરૂર અપટેડ કરી લો અને વાંચો કે શું છે આખો નિર્ણય.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં પાંચ ઓગષ્ટે એક વિધેયક રજૂ કર્યુ હતુ. આ વિધેયક મુજબ જમ્મૂ-કાશ્મીર રાજ્યના વિભાજન બે કેન્દ્ર શાસિત પ્રદેશોના રૂપમાં કરવાનો પ્રસ્તાવ કરવામાં આવ્યો છે. ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં એક સંકલ્પ રજૂ કર્યો હતો જેમાં કહેવામાં આવ્યુ છેકે, સંવિધાનના અનુચ્છેદ 370ના દરેક ખંડ જમ્મૂ-કાશ્મીરમાં લાગૂ થશે નહી.

અમિત શાહે રાજ્યસભામાં જમ્મૂતેમજ કાશ્મીર રાજ્ય પુનર્ગઠન વિધેયક 2019 રજૂ કર્યુ છે. ગૃહમંત્રી અમિત શાહે લદ્દાખ માટે કેન્દ્ર શાસિત પ્રદેશની રચના કરવાની જાહેરાત કરી. અહીં ચંડીગઢની જેમ જ વિધાનસભા નહી હોય. શાહે રાજ્ય.સભામાં જાહેરાત કરી હતીકે, કાશ્મીર અને જમ્મૂ ડીવીઝન વિધાનની સાથે એત અલગ કેન્દ્ર શાસ્ત પ્રદેશ હશે જ્યાં દિલ્હી અને પુડ્ડુચેરીની જેમાં વિધાનસભા હશે. આવી જ રીતે દેશમાં કેન્દ્ર શાસિત રાજ્યોની સંખ્યા 7થી વધીને 9 થઈ ગઈ છે.

પહેલાં આ હતા કેન્દ્રશાસિત પ્રદેશ

  • રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર દિલ્હી
  • અંડમાન અને નિકોબાર દ્વીપસમૂહ
  • ચંડીગઢ
  • દાદરા અને નગરહવેલી
  • દમણ અને દીવ
  • લક્ષદ્વીપ
  • પુડ્ડુચેરી

જમ્મૂ-કાશ્મીર જોડાયુ અને આ નવું નામ

સરકારની જાહેરાત બાદ કેન્દ્ર શાસિત પ્રદેશોની સૂચીમાં જમ્મૂ-કાશ્મીર અને લદ્દાખનું નામ જોડાઈ ગયુ છે. હવે બંને રાજ્ય સરકારને આધિન રહેશે. લાંબા સમયથી લોકો રાહ જોઈ રહ્યા હતાકે, સરકાર જમ્મૂ-કાશ્મીરનાં વિષયમાં મોટો નિર્ણય લેવા જઈ રહ્યા છે. સરકારે હાલમાં રાજ્યસભામાં સંકલ્પ રજૂ કરવાની સાથે કાશ્મીરને કેન્દ્રશાસિત રાજ્ય જાહેર કરવાની સાથે સાથે 370 પર પણ નિર્ણય આપ્યો છે.

આ છે કેન્દ્ર શાસિત પ્રદેશોનાં અધિકાર

કેન્દ્ર શાસિત પ્રદેશ દેશનાં સંઘીય પ્રશાસનિક માળખાની પેટા રાષ્ટ્રીય વહીવટી એકમ છે. ભારતનાં અન્ય રાજ્યો જે કેન્દ્ર શાસિત નથી. તેમાં રાજ્યોની પોતાની ચૂંટાયેલી સરકાર બને છે. જ્યારે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સીધું ભારત સરકારનું શાસન હોય છે. અહીં ભારતનાં રાષ્ટ્રપતિ પોતાના સરકારી પ્રશાસક અથવા ઉપરાજ્યપાલની નિમણૂંક કરે છે. દિલ્હીને આ મામલે વિશેષ રાજ્યનો દરજ્જો મળ્યો છે.

READ ALSO

Related posts

વર્લ્ડ નંબર ટુ બેલ્જીયમ ફિફા વર્લ્ડકપમાંથી બહાર: મોરક્કોએ રાઉન્ડ ઓફ 16માં એન્ટ્રી મેળવી

Padma Patel

સરકારની તિજોરી છલોછલ! નવેમ્બરમાં GST કલેક્શન રૂ. 1.46 લાખ કરોડ પરંતુ ઓક્ટોબર કરતાં પાંચ હજાર કરોડ ઓછું! આ છે કારણો

pratikshah

Bilkis Bano Case /  11 દોષિતોની મુક્તિ સામે બિલકિસ બાનોએ સુપ્રીમ કોર્ટમાં ઉઠાવેલા બંને મુદ્દામાં દમ

Nakulsinh Gohil
GSTV