GSTV
World

Cases
4905972
Active
6582226
Recoverd
549401
Death
INDIA

Cases
269789
Active
476378
Recoverd
21129
Death

જમ્મુ-કાશ્મીરમાં સતત વધી રહેલી અપહરણની ઘટનાઓ વચ્ચે ડીજીપી એસ.પી.વૈદની બદલી

જમ્મુ-કાશ્મીરમાં સતત વધી રહેલી પોલીસકર્મીઓ અને તેમના પરિવારજનોના અપહરણની ઘટનાઓ વચ્ચે રાજ્યના ડીજીપી એસ.પી.વૈદની બદલી કરવામાં આવી છે. એસ.પી.વૈદની ટ્રાન્સપોર્ટ કમિશનર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. તેમના સ્થાને જમ્મુ-કાશ્મીરના  આઈજી દિલબાગસિંહને રાજ્યના ડીજીપી તરીકેની વધારાની જવાબદારી સોંપવામાં આવી છે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલય જમ્મુ-કાશ્મીરમાં સતત વધી રહેલી આતંકવાદની ઘટનાઓને અટકાવવાની રીતરસમોને લઈને ડીજીપી એસ. પી. વૈદથી નારાજ હોવાનું માનવામાં આવે છે. જેના કારણે એસ. પી. વૈદને હટાવવાના સંકેત આપતા નવનિવયુક્ત રાજ્યપાલ સતપાલ મલિકને કાશ્મીરમાં બેકાબુ થતી પરિસ્થિતિના મુદ્દે વિચારણા કરવા માટે જણાવ્યું હતું. જો કે એક સવાલના જવાબમાં ગૃહ મંત્રાલયે વૈદને હટાવવાની સંભાવનાનો સ્પષ્ટપણે ઈન્કાર કર્યો હતો. પરંતુ હવે તેમને હટાવવાના કેન્દ્ર સરકારના નિર્ણયે એ વાતની પુષ્ટિ કરી છે કે સરકાર પહેલેથી જ તેમને હટાવવાની તૈયારીમાં હતી.

જમ્મુ-કાશ્મીર કેડરના 1984ની બેચના આઈપીએસ અધિકારી એસ. પી. વૈદ પર રાજ્યમાં વધી રહેલી કિડનેપિંગની ઘટનાઓ બાદ સવાલો ઉઠવા લાગ્યા હતા. તાજેતરમાં પોલીસકર્મીઓના અગિયાર જેટલા સગા-સંબંધીઓની આતંકવાદીઓ દ્વારા અપહરણની ઘટના બાદ વૈદને પદ પરથી હટાવવાની વાતો જોરશોરથી ચાલી રહી હતી. આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન એસ. પી. વૈદના વલણથી કેન્દ્રીય ગૃહ મંત્રાલય સખત નારાજ હતું. જમ્મુ-કાશ્મીરના ડીજીપીના પદે ત્રણ નામોની ચર્ચા છે. જેમાં જમ્મુ-કાશ્મીર મુખ્યમથકના સ્પેશયલ ડીજી બી. કે. સિંહ, બીજું નામ દિલ્હીના નેશનલ સિક્યુરિટી કાઉન્સિલમાં તેનાત એસ. એમ. સહાય અને ત્રીજું નામ જમ્મુ-કાશ્મીરના જેલ વિભાગના આઈજી દિલબાગસિંહનું છે. દિલબાગસિંહને જમ્મુ-કાશ્મીરના ડીજીપી તરીકેનો વધારાનો કાર્યભાર મળ્યો છે.

 

Related posts

CTET Exam 2020: પરીક્ષાઓને લઈ આવી સૌથી મોટી અપડેટ, જાણો ક્યારે યોજાશે CTETની પરીક્ષા

Pravin Makwana

ચોંકાવનારો ખુલાસોઃ કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હોય તો પણ સંક્રમિત હોઈ શકે છે દર્દી

Mansi Patel

રાજ્યમાં Coronaનો આતંક યથાવત, છેલ્લાં 24 કલાકમાં 861 પોઝીટીવ કેસ અને 15 લોકોનાં મોત

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!