GSTV
Home » News » પિતાએ બનાવેલા કાયદા હેઠળ જ આ નેતા કસ્ટડીમાં છે, PSA એક્ટ હેઠળ છે નજરકેદ

પિતાએ બનાવેલા કાયદા હેઠળ જ આ નેતા કસ્ટડીમાં છે, PSA એક્ટ હેઠળ છે નજરકેદ

જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સનાં વડા ફારૂક અબ્દુલ્લાને જાહેર સુરક્ષા અધિનિયમ (PSA) હેઠળ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. માત્ર આટલું જ નહિં પરંતુ જે જગ્યાએ અબ્દુલ્લાને રાખવામાં આવશે તેને એક આદેશ દ્વારા અસ્થાયી જેલ જાહેર કરી દેવામાં આવી છે. PSA હેઠળ કોઈ પણ વ્યક્તિને કોઈ પણ કેસના બે વર્ષ સુધી કસ્ટડીમાં રાખી શકાય છે. ખાસ વાત તો એ છે કે આ કાયદો સૌથી પહેલા ફારૂક અબ્દુલ્લાના પિતા શેખ અબ્દુલ્લાના કાર્યકાળમાં બનાવાયો હતો.

શ્રીનગરથી લોકસભાના સાંસદ ફારૂક અબ્દુલ્લા 5 ઓગસ્ટથી પોતાનાં જ ઘરમાં નજરકેદ છે, જ્યારે ભારત સરકારે આર્ટીકલ 370 હટાવી હતી. હાલમાં જ નેશનલ કોન્ફરન્સના સાંસદ ફારૂક અને તેમના દિકરા ઉમર અબ્દુલ્લાને મળવાની મંજુરી આપવામાં આવી હતી, પરંતુ તે પ્રતિબંધ સાથે કે તેઓ મુલાકાત બાદ મીડિયા સાથે વાતચીત કરી શકે નહી.

જસ્ટીસ સંજીવ કુમારે જસ્ટીસ(રિટાયર્ડ) હસનૈન મસૂદી અને અકબર લોન દ્વારા કરવામાં આવેલી અરજી બાદ મંજુરી આપી હતી. સુપ્રીમ કોર્ટે સોમવારે કેન્દ્ર અને જમ્મુ કાશ્મીર વહીવટી તંત્રને નેશનલ કોન્ફરન્સના પ્રમુખની નજર બંધી પર નોટિસ પણ જાહેર કરી.

READ ALSO

Related posts

24 કલાકમાં પાકિસ્તાનની ફરી નાપાક હરકત, આ સેક્ટરમાં કર્યો મોર્ટારમારો અને ગોળીબાર

Mansi Patel

ભારત પર આતંકવાદીઓ પરમાણુ હથિયારોથી કરી શકે છે હુમલા, તુર્કી કરશે મોટી મદદ

Mansi Patel

કરતારપુર કોરિડોર પર 23મીએ કરાર કરશે ભારત, પાકિસ્તાન ફી વસૂલવાની જીદ પર અડ્યું

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!