જમ્મુ કાશ્મીરના કુલગામમાં ચેકિંગ દરમિયાન એક વાહનમાંથી હિઝ્બુલ મુઝાહિદ્દીનના બે આતંકીઓને ઝડપી પાડ્યા છે. જોકે ચોંકાવનારી વાત એ છે કે ઝડપાયેલા આતંકીઓની સાથે કારમાં જમ્મુ કાશ્મીરનો એક ડીએસપી પણ હાજર હતા.

જેથી સુરક્ષાદળોએ તેમની પણ ધરપકડ કરી છે. ઝડપાયેલા આતંકીઓમાં સૈયદ નવીદ મુશ્તાક ઉર્ફ નવીદ બાબુ અને આસિર રાથર છે પણ છે. આતંકીઓ સાથે ઝડપાયેલા ડીએસપીની ઓળખ દેવિંદરસિંહ તરીકે થઈ છે. જે એરપોર્ટ સિક્યોરિટીમાં તૈનાત હતો.

પોલીસે ત્રણેયને કુલગામ જિલ્લાના કાઝીગુંડના મીરબજાર વિસ્તારમાંથી ઝડપ્યા છે. નાવિદ હિબ્ઝ ટોપ કમાન્ડર છે. જ્યારે રાથર ત્રણ વર્ષ પહેલા આતંકી સંગઠન સાથે જોડાયેલો હતો. આ બંને શોપિયામાં રહેનારા છે.

દેવિંદર સિંહને ગત વર્ષે જ 15 ઓગસ્ટે રાષ્ટ્રપતિ પોલીસ મેડલથી સન્માનિત કરાયા છે. તેઓ જમ્મુ કાશ્મીર પોલીસના એન્ટીહાઈ ઝેકિં સ્કવોર્ડ પણ સામેલ હતા.

આ અગાઉ 2001માં સંસદ હુમલામાં પણ તેમનું નામ ચર્ચામાં આવ્યુ હતુ. ત્યારે તેઓએ ઈન્સપેક્ટર તરીકે સ્પેશયલ ઓપરેશન ગ્રુપના સભ્ય હતા. જે બાદ તેમને પ્રમોશન આપતી ડીએસપી બનાવવામાં આવ્યા હતા.
READ ALSO
- અમદાવાદના મધ્યઝોનમાં સફાઈ અને ટ્રાફિકની સમસ્યા, સ્થાનિકો રોષે ભરાયા
- આંદોલન/ ખેડૂતોને ફાયદો થાય કે નહીં પણ સરકારને 225 કરોડનો થઈ ગયો, સરકારની ખેડૂતોએ તિજોરી છલકાવી
- ઓરિસ્સામાં કૂતરાઓ સાથે કરાવવામાં આવ્યા બાળકોના લગ્ન, જાણો શું છે આ અંધશ્રદ્ધા પાછળની કહાણી…
- રેલવે એ આપી રાહત/દિલ્હીમાં આજ રાત 9 વાગ્યા સુધી ટ્રેન છુટી જવા પર મળશે પૂરું રિફંડ
- રાજ્યમાં ગણતંત્ર દિવસની ધુમધામ પૂર્વક ઉજવણી, સીએમ વિજય રૂપાણી સહિત આગેવાનો રહ્યા ઉપસ્થિત