GSTV
Home » News » જમ્મુ-કાશ્મીરના DSP દેવેન્દ્ર સિંહે પૂછપરછમાં કર્યા મોટા ધડાકા, દિલ્હીમાં આતંકીઓ સાથે મળીને ષડયંત્ર રચી રહ્યો હતો

જમ્મુ-કાશ્મીરના DSP દેવેન્દ્ર સિંહે પૂછપરછમાં કર્યા મોટા ધડાકા, દિલ્હીમાં આતંકીઓ સાથે મળીને ષડયંત્ર રચી રહ્યો હતો

જમ્મુ કાશ્મીરના ડીએસપી દેવેન્દ્ર સિંહની સાથે પકડાયેલા હિઝબુલના આતંકી નવીદ બાબુની પૂછપરછમાં અનેક ખુલાસાઓ થયા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે નવીદનો ભાઈ ચંદીગઢમાં અભ્યાસ કરે છે, અને તેના માતા-પિતા દિલ્હીમાં રહે છે. પૂછપરછમાં નવીદે પોતાના માતા-પિતા સાથે મળવાની પણ ઈચ્છા વ્યક્ત કરી હતી. ગત વર્ષે તેને જમ્મુમાં પોતાના માતા-પિતાની સાથે સમય વિતાવ્યો હતો, તે દરમિયાન ડીએસપી દેવેન્દ્ર સિંહે તેની મદદ કરી હતી.

રિપોર્ટમાં નવીદે કાશ્મીરી આતંકવાદીઓના ફંડિગ અંગે પણ અનેક મહત્વના ખુલાસાઓ કર્યા હોવાનો ઉલ્લેખ કરાયો છે. આ નાણાં સ્થાનિક સ્તરે એકત્ર કરવામાં આવતા હતા. તપાસ એજન્સીઓએ હથિયાર સપ્લાયર અને કોરિયર અંગે પણ જાણકારી આપી છે. તપાસમાં તે વાત પણ સામે આવી છે કે દેવેન્દ્ર સિંહ આતંકીઓની સાથે મળીને દિલ્હીમાં અનેક આતંકી ઘટનાને પાર પાડવા ષડયંત્ર રચી રહ્યો હતો.

તેમજ તેના નિશાને જમ્મુ, પંજાબ અને ચંદીગઢ પણ હતા. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આતંકીઓ દિલ્હી સહિત અનેક રાજ્યોમાં વિસ્ફોટ કરવાની ફિરાકમાં હતા, જેમાં અનેક આતંકીઓને સામેલ કરવાની વાતનો પણ ખુલાસો થયો છે.

READ ALSO

Related posts

આખરે છે શું આ ! ટ્રમ્પ પોતાની સાથે લાવી રહ્યા છે દુનિયાનું સૌથી શક્તિશાળી બ્રિફકેસ !

Pravin Makwana

ઓવૈસીના મંચ પર અચાનક ધસી આવેલી યુવતીએ ‘પાકિસ્તાન જિંદાબાદ’ના નારા લગાવ્યા

Pravin Makwana

અનોખો રિવાજ: લગ્ન પછી 3 દિવસ સુધી નવવિવાહીતને શૌચાલય જવા પર પ્રતિબંધ !

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!