GSTV
Home » News » જમ્મુ કાશ્મીરમાં પીડીપી અને નેશનલ કોન્ફરન્સે પંચાયતની ચૂંટણીનો કર્યો બહિષ્કાર

જમ્મુ કાશ્મીરમાં પીડીપી અને નેશનલ કોન્ફરન્સે પંચાયતની ચૂંટણીનો કર્યો બહિષ્કાર

જમ્મુ કાશ્મીરમાં પીડીપી અને નેશનલ કોન્ફરન્સે પંચાયતની ચૂંટણીને બહિષ્કાર કરતા કેન્દ્ર સરકાર ચૂંટણીને ટાળી શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કેન્દ્ર સરકાર પીડીપી અને નેશનલ કોન્ફરન્સની ચીમકી બાદ એલર્ટ થઈ છે. જમ્મુ કાશ્મીરમાં પીડીપી અધ્યક્ષ ફારૂક અબ્દુલ્લા અને જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્ય મંત્રી મહેબુબા મુફ્તીએ પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી હતી. ગત્ત દિવસે એનસી અધ્યક્ષ ફારૂક અબ્દુલ્લાએ આર્ટીકલ35-એ મુદે કેન્દ્ર સરકારને પોતાનું વલણ સ્પષ્ટ કરવાની ચીમકી આપી હતી.

જમ્મુ કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ બાદ પીડીપીએ પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી હતી. જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ મહેબુબા મુફ્તીએ કહ્યુ હતુ કે  કેન્દ્ર સરકાર જ્યાં સુધી આર્ટિકલ 35-એ અંગે વલણ સ્પષ્ટ નહી કરે ત્યા સુધી પીડીપી પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કરશે.. મુફ્તિએ કહ્યુ હતુ કે, અંતિમ શ્વાસ સુધી જમ્મુ કાશ્મીરને આર્ટીકલ 35-એ હેઠળ વિશેષ રાજ્યના દરજ્જા માટે લડાઈ લડવામાં આવશે. રાજ્યમાં ભયના માહોલ હેઠળ ચૂંટણી કરવી યોગ્ય નથી. જો આવા માહોલ વચ્ચે ચૂંટણી  યોજવામાં આવશે તો તેની વિશ્વસનિયતા પર અનેક સવાલ પેદા થઈ શકે છે.

Related posts

દિલ્હીની હાર પર RSSની ભાજપને ચેતવણી, મોદી અને શાહ હંમેશાં મદદ ન કરી શકે

Mayur

No Entry : ટ્રમ્પના કાફલામાંથી મુખ્યપ્રધાન વિજય રૂપાણીની કાર ‘OUT’

Mayur

ટ્રમ્પના રોડ શો દરમિયાન રૂટ પર જશો એટલે તુરંત જ તમારો મોબાઈલ બંધ થઈ જશે

Mayur
Do NOT follow this link or you will be banned from the site!