GSTV
Home » News » પાકિસ્તાન સીઝફાયરનું ઉલ્લંઘન કરી આતંકવાદીઓની ઘૂસણખોરી કરાવવાની ફિરાકમાં

પાકિસ્તાન સીઝફાયરનું ઉલ્લંઘન કરી આતંકવાદીઓની ઘૂસણખોરી કરાવવાની ફિરાકમાં

ભારતની વિરૂદ્ધ પાકિસ્તાન નવા ષડયંત્રમાં લાગી ગયું છે. એક તરફ પાકિસ્તાન લાઇન ઓફ કંટ્રોલ પર સીઝફાયરનું ઉલ્લંઘન કરીને સરહદ પારથી આતંકવાદીઓની ઘૂસણખોરી કરાવવાની ફિરાકમાં છે તો બીજી તરફ પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઇએસઆઇએ સરહદ પર રહેલા સુરક્ષાદળોને નિશાન બનાવવા માટે બ્રિટનમાંથી 600 જેટલી હળવી સ્નાઇપર રાઇફલ ખરીદી છે. આ હળવી સ્નાઇપર રાઇફલને 600 એસએસજી અને મુજાહિદ્દીન બટાલિયનના શાર્પ શૂટરને ઉપલબ્ધ કરાવાઇ રહી છે.

પાકિસ્તાનની વધુ એક નાપાક ચાલ વિશે મોટો ખુલાસો થયો છે. છેલ્લા ઘણા સમયથી પાકિસ્તાન સરહદ પારથી ભારતીય જવાનોને સ્નાઇપર હુમલાથી નિશાન બનાવી રહ્યું છે. ત્યારે ગુપ્તચર વિભાગે જાણારી આપી છે કે આઇએસઆઇ અને પાકિસ્તાની સેનાએ મળીને બ્રિટનમાંથી રેન્જમાસ્ટર અને રેમિંગ્ટન ટાઇપની 600 લાઇટ સ્નાઇપર રાઇફલની ખરીદી કરી છે.

રેંજમાસ્ટર અને રેમિંગ્ટન પ્રકારની સ્નાઇપર ગન વજનમાં હળવી હોય છે. તેનો વજન આશરે 16 કિલોગ્રામ જેટલો હોય છે. જ્યારે કે તેની લંબાઇ 48 ઇંચથી વધુ હોતી નથી. પાકિસ્તાની સેનાના એસએસજીના શાર્પશૂટર આ ગનને ફોલ્ડ કરીને પોતાની પાસે પણ રાખી શકે છે. પાકિસ્તાની સેના આ સ્નાઇપર ગનની સાથે સ્ટીલની ગોળીઓનો પણ ઉપયોગ કરી રહી છે. આઇએસઆઇએ આ ગોળીઓની ખરીદી બોસ્નિયા અને બેલ્જિયમમાંથી ખરીદી છે. પાકિસ્તાને આશરે એક લાખ રાઉન્ડ સ્નાઇપર ગોળીઓનો જથ્થો ખરીદ્યો છે.

સૂત્રો મુજબ તેનો ઉપયોગ પાકિસ્તાની સેના એલઓસી પર તૈનાત ભારતીય જવાનોને નિશાન બનાવવા માટે કરી શકે છે. કારણ કે તાજેતરમાં એવી ઘણી ઘટનાઓ બની છે કે જેમાં પાકિસ્તૌની સેનાએ ભારતીય જવાનોને નિશાન બનાવવા માટે સ્નાઇપરનો ઉપયોગ કર્યો હોય.

Related posts

સનીની વેબસીરીઝમાં પાર થઇ બોલ્ડનેસની તમામ હદો, તમે રાગિની MMS રિટર્ન 2નું Trailer જોયુ કે નહી?

Bansari

જો તમારું પાન કાર્ડ ખોવાઈ જાય તો ન કરો ચિંતા, થોડા જ રૂપિયા ખર્ચવા પર મળશે બીજું પાન કાર્ડ

Dharika Jansari

જગત જનની માઁ ઉમિયાના મંદિરનો ઈતિહાસ ભગવાન શિવ- પાર્વતિ સાથે જોડાયેલો છે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!