GSTV
Gujarat Government Advertisement

જમ્મુ-કાશ્મીર સરહદે પાકિસ્તાની સેનાનો બેફામ મોર્ટારમારો

Last Updated on December 20, 2019 by Mayur

એલઓસી સરહદે પાકિસ્તાની સૈન્યએ સતત ભારતીય ફોરવર્ડ પોસ્ટ અને સરહદી ગામડાઓને નિશાન બનાવીને ફાયરિંગ શરૂ રાખ્યું હતું. ભારતીય સૈન્યએ પણ વળતો જવાબ આપ્યો હતો. ભારત-પાકિસ્તાનની સરહદે પાકિસ્તાની લશ્કરે બેફામ મોર્ટાર મારો અને ફાયરિંગ કર્યું હતું. સંરક્ષણ વિભાગના પ્રવક્તાના કહેવા પ્રમાણે પૂંચ જિલ્લામાં પાક. લશ્કરે મોર્ટાર મારો કર્યો હતો.

એલઓસી પર તમામ સેક્ટરમાં ફાયરિંગની ઘટના બની હતી. ભારતીય સૈન્યએ પણ વળતો જવાબ આપ્યો હતો. પાકિસ્તાનના ફાયરિંગમાં સદ્નસીબે ભારતમાં કોઈને ઈજા થઈ ન હતી. સરહદે પાક. સૈન્ય દ્વારા થઈ રહેલાં સતત ફાયરિંગના કારણે તંગદિલી વધી છે.

800 કિલોમીટર લાંબી એલઓસી સરહદે બંને તરફ સૈન્ય ગોઠવાયા છે. સતત પાકિસ્તાનેૈ ફાયરિંગ કરીને ભારતને ઉશ્કેરવાના પ્રયાસો કર્યા છે. પાકિસ્તાની સૈન્ય સતત યુદ્ધવિરામનો ભંગ કરે છે તેથી ભારતીય સૈન્યએ પણ જડબાતોડ જવાબ આપવાનું શરૂ કર્યું છે.

દરમિયાન પાકિસ્તાન હેઠળના કાશ્મીરનો એક નાગરિક રાજૌરીમાંથી શંકાસ્પદ ગતિવિિધ કરતા ઝડપાયો હતો.  આ ઘૂસણખોર સામે ગુનો નોંધીને પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસના કહેવા પ્રમાણે તેની પાસેથી હિથયારો મળ્યા નથી, પણ તે સરહદેથી સંવેદનશીલ માહિતી પાકિસ્તાનમાં પહોંચાડતો હોય એવી પૂરી શક્યતા હોવાથી તેની પૂછપરછ શરૂ કરવામાં આવી હતી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ભાજપની લીલાઃ ઠાકરેના નામનો વિરોધ કરવા જેનું કટ્ટર વિરોધી હતું એને સન્માન અપાવવા પાડ્યો આ ખેલ

Dhruv Brahmbhatt

મિઝોરમ / દુનિયાના સૌથી મોટા પરિવારનાં વડા જિઓના ચાનાનું નિધન, 38 પત્નીઓ અને 89 બાળકો હતા

Dhruv Brahmbhatt

મોદી બગડ્યા / મંત્રીઓએ રજૂ કરવું પડશે રિપોર્ટકાર્ડ, આ ત્રિપૂટી આપશે રેન્ક, 5 કેબિનેટ મંત્રીઓ એડવાન્સમાં જ પાસ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!