GSTV

જમ્મુ-કાશ્મીરની દીકરીઓને રાજ્ય સરકારે આપી મોટી રાહત, બહારના રાજ્યોમાં લગ્ન પર પણ પતિ રહેશે હકદાર

Last Updated on July 21, 2021 by pratik shah

ઉપરાજ્યપાલ મનોજ સિન્હાના તંત્રએ મહત્વપૂર્ણ નિર્ણય લેતા જમ્મુ-કાશ્મીર ડોમિસાઇલ પ્રમાણપત્ર ધારક સાથે લગ્ન કરનારી મહિલા અથવા પુરૂષને ડોમિસાઇલને પાત્ર માન્યા છે.. સામાન્ય વહીવટી વિભાગે નવા નિયમ માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે.. જે અંતર્ગત પ્રદેશમાં ડોમિસાઈલ પ્રમાણપત્ર ધારક સાથે લગ્ન કરવાથી બીજી રાજ્યની મહિલા કે પુરૂષ પણ હવે ડોમિસાઇલ પ્રમાણપત્ર પ્રાપ્ત કરી શકશે. તેમ સરકારી નોકરીના હકદાર ગણાશે.

ડોમિસાઇલ પ્રમાણપત્રની જોગવાઇ

આ મામલે અગાઉની વ્યવસ્થામાં માત્ર 15 વર્ષ સુધી જમ્મુ-કાશ્મીરમાં રહેવા તથા નિર્ધારીત સમય સુધી રાજ્યમાં સેવા આપવા તથા વિદ્યાર્થીઓ માટે નિર્ધારીત સમય સુધી ડોમિસાઇલ પ્રમાણપત્રની જોગવાઇ હતી.. સામાન્ય વહિવટી વિભાગે નોટિફિકેશન બહાર પાડીને ડોમિસાઇલ પ્રમાણપત્રના નિયમો તથા સાતમી ક્લોઝ જોડી દીધી છે.. નોટિફિકેશન મુજબ અરજદાર સ્ત્રી અથવા પુરૂષે ડોમિસાઇલ માટે પોતાના જીવનસાથીનું ડોમિસાઇલ પ્રમાણપત્ર તથા મેરેજ સર્ટિફિકેટ જમા કરાવવાનું

ડોમિસાઈલ પ્રમાણપત્ર નિયમોના આ 7મા ક્લોજમાં સ્પાઉસ ઓફ ડોમિસાઈલની શ્રેણી જોડવામાં આવી છે. તેમાં પતિ કે પત્નીનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો. મતલબ કે આ શ્રેણીના અરજીકર્તાએ ડોમિસાઈલ માટે પોતાના જીવનસાથીનું ડોમિસાઈલ પ્રમાણપત્ર અને લગ્નનું પ્રમાણપત્ર જમા કરાવવું પડશે. રેવન્યુ ઈન્ચાર્જ આવા અરજીકર્તાઓને પ્રમાણપત્ર ફાળવી શકશે. જ્યારે જિલ્લાના નાયબ કમિશનર અપીલ અધિકારી હશે.

મહિલાઓને અનુભવાઈ રહી હતી મુશ્કેલી

કલમ 370 અને 35-એ નાબૂદી બાદ એવા કેસમાં મુશ્કેલી આવી રહી હતી જેમાં ડોમિસાઈલ પ્રમાણપત્ર ધારક સાથે લગ્ન કરવા છતા ડોમિસાઈલ નહોતું મળી રહ્યું. અન્ય રાજ્યની યુવતીઓ જે લગ્ન બાદ જમ્મુ કાશ્મીરમાં રહે છે તેમના માટે સ્પષ્ટ નિયમો નહોતા. કારણ કે, સામાન્ય કેસમાં ડોમિસાઈલ પ્રમાણપત્ર મેળવવા માટે 15 વર્ષ સુધી જમ્મુ કાશ્મીરમાં રહેવું ફરજિયાત છે. તે સિવાય સરકારી કર્મચારીઓ અને તેમના બાળકો માટે જોગવાઈ છે.

લગ્ન

કલમ 35-એ નિર્ધારિત કરતી હતી જમ્મુ કાશ્મીરની નાગરિકતા

ભારતીય બંધારણની કલમ 35-એ જમ્મુ કાશ્મીરની વિધાનસભાને પોતાના નાગરિક પરિભાષિત કરવાનો અધિકાર આપતી હતી. તે અંતર્ગત જમ્મુ કાશ્મીરના નાગરિકોને રોજગારી અને સંપત્તિના વિશેષ અધિકારો હતા. સૌથી વધારે મુશ્કેલી એવી મહિલાઓને પડી રહી હતી જેમના લગ્ન અન્ય રાજ્યોમાં થતા હતા. તે મહિલાઓના બાળકોને જમ્મુ કાશ્મીરમાં સંપત્તિ અથવા નોકરીના અધિકાર નહોતા મળતા. કલમ 370ની સાથે કલમ 35-એ પણ નાબૂદ કરવામાં આવી હતી પરંતુ હજુ પણ અનેક વિસંગતિઓ અનુભવાઈ રહી હતી.

READ ALSO

Related posts

પ્રધાનપદ જતા જ નવી સરકારના પગ ખેંચવાનું શરૂ, ખેડૂતોને નુકસાનીનું વળતર ચુકવવા કરી માંગ: રૂબરૂ મુલાકાત કરી ઉઠાવ્યો મુદ્દો

Zainul Ansari

ટ્રેનની અડફેટે આવતા સિંહોના અકાળ મૃત્યુ બાબતે હાઇકોર્ટે રેલ્વે મંત્રાલયની કાઢી ઝાટકણી, માંગી પસાર થતી ટ્રેનોની માહિતી

Zainul Ansari

ઐતિહાસિક ચુકાદો / માતાના મઢે ચામર-પત્રી વિધિનો હક્ક મહારાણી પ્રીતિદેવીને અપાયો, ભૂજ કોર્ટ દ્વારા અપાયો ચુકાવો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!