GSTV
Home » News » અમરનાથ યાત્રા પહેલાં જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી હુમલાનું એલર્ટ

અમરનાથ યાત્રા પહેલાં જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી હુમલાનું એલર્ટ

જમ્મુ કાશ્મીરમાં અમરનાથ યાત્રા પહેલા આતંકવાદી હુમલાનું એલર્ટ આપવામાં આવ્યું છે. ગુપ્તચર એજન્સીના અહેવાલ પ્રમાણે લશ્કર, જૈશ અને હિજબૂલના આતંકવાદીઓ હુમલો કરવાની ફિરાકમાં છે. જમ્મુ-શ્રીનગર હાઈ પર આવેલા કાજીગુંડ બાદ આતંકવાદીઓ અમરનાથ યાત્રીઓને નિશાન બનાવી શકે છે. પહલગામ જઈ રહેલા યાત્રીઓ માટે કુલગામ અને અનંતનાગ વધારે સંવેદનશીલ છે.

એજન્સીઓના જણાવ્યા પ્રમાણે આતંકવાદીઓએ ગ્રાઉન્ડ વર્કરને પણ એલર્ટ કર્યા છે. આતંકવાદીઓ મોટા પ્રમાણમાં ગ્રાઉન્ડ વર્કરને ગ્રેનેડ સ્પલાઈ કરી રહ્યાં છે. અમરનાથ યાત્રા દક્ષિણ કાશ્મીરમાંથી પસાર થવાની છે આ વિસ્તાર હિજબ્લુનો ગઢ માનવામાં આવે છે.  છેલ્લા ઘણા દિવસોથી  દક્ષિણ કાશ્મીરમાં લશ્કર પણ સક્રિય થયું છે. જેથી દક્ષિણ કાશ્મીરમાં સુરક્ષા દળોને મોટી સંખ્યામા તૈનાત કરવામાં આવ્યા છે.

મહત્વનું છે કે, ગઈ કાલે સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમણે દ્વારા જમ્મૂ-કાશ્મીરનાં બાલતાલ બેઝ કેમ્પની મુલાકાત લીધી હતી. આ સમયે સેના પ્રમુખ બિપિન રાવત પણ હાજર રહ્યા. સીતારમણની આ મુલાકાતનો હેતુ અમરનાથ યાત્રાળુઓની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવાનો હતો. અમરનાથની પવિત્ર યાત્રાનો આરંભ 28 જૂનના રોજ થવાનો છે.

Related posts

મોટાભાગના ભારતીયોનું મૃત્યુ ડાયાબિટીસના કારણે થાય છે

Dharika Jansari

દિલ્હીની હવા વધુ ઝેરીલી બની, લોકોએ ઘરમાંથી નિકળવાનું કર્યું બંધ

Dharika Jansari

કુલભૂષણ મુદ્દે ભારત સાથે કોઈ સમજૂતી થઈ નથી : પાકે. અસલી રંગ દેખાડયો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!