GSTV
Home » News » જમ્મુ કાશ્મીર ખાતે ફરી પાકિસ્તાને કર્યું સીઝ ફાયરનું ઉલ્લંઘન, બે જવાન શહીદ

જમ્મુ કાશ્મીર ખાતે ફરી પાકિસ્તાને કર્યું સીઝ ફાયરનું ઉલ્લંઘન, બે જવાન શહીદ

આતંકને આશરો આપનારુ પાકિસ્તાન સરહદ પર નાપાક હરકત યથાવત રાખી રહ્યુ છે અને ફરી એક વખત પાકિસ્તાન તરફથી સીઝ ફાયર ઉલ્લંઘન થયુ છે. જેમાં બે જવાનો શહીદ થયા છે.

જમ્મુ કાશ્મીરના અખનૂર સેક્ટરમાં પાકિસ્તાન રેન્જર્સ તરફથી શનિવારે રાતભરે ગોળીબાર કરવામાં આવ્યો હતો.

બીએસએફના બે જવાનો શહીદ થયા છે અને બીએસએફ પાકિસ્તાનના સીઝ ફાયર ઉલ્લંઘનનો જડબાતોડ જવાબ આપી રહી છે.

સીમા પર પાકિસ્તાને પોતાની નાપાક હરકતો યથાવત રાખી છે. પાકિસ્તાન દ્વારા જમ્મુ-કાશ્મીરના અખનૂર સેક્ટરમાં સતત ફાયરિંગ કરીને શસ્ત્રવિરામ ભંગ કરવામાં આવ્યો છે. પાકિસ્તાન તરફથી મોર્ટાર શેલિંગ પણ થઈ રહ્યું છે. જેનો બીએસએફ દ્વારા પણ યોગ્ય જવાબ અપાઈ રહ્યો છે.

પાકિસ્તાન દ્વારા ઉશ્કેરણી વગર કરવામાં આવેલા ફાયરિંગમાં ભારતીય સીમા સુરક્ષા દળ બીએસએફના બે જવાનો શહીદ થયા છે. આ ગોળીબારમાં સાત નાગરિકો પણ ઈજાગ્રસ્ત થયા છે. રમઝાન માસમાં પાકિસ્તાન તરફથી સતત યુદ્ધવિરામનું ઉલ્લંઘન થઈ રહ્યું છે.

પાકિસ્તાન દ્વારા સીમાવર્તી ગામડાંના રહેણાંક વિસ્તારોને નિશાન બનાવાઈ રહ્યા છે. આ ગોળીબારમાં કેટલાક નાગરીકોના જીવ પણ ગયા છે. ભારત સરકારે રમઝાન માસના પવિત્ર મહીનાને જોતા સશર્ત એકતરફી યુદ્ધવિરામનું એલાન કર્યું છે. પરંતુ પાકિસ્તાન અને પાકિસ્તાના દોરીસંચાર હેઠળ આતંકવાદી સંગઠનોને ભારત સરકારના સશર્ત એકતરફી યુદ્ધવિરામની કોઈ અસર પડી નથી અને તેમના દ્વારા હિંસક હરકતો ચાલુ છે.

મે માસમાં પણ પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરના સામ્બા સેક્ટરમાં ભારે ફાયરિંગ કર્યું હતું. સતત ફાયરિંગ થવાને કારણે સામ્બા અને કઠુઆ જિલ્લાના ઘણાં મકાનો ક્ષતિગ્રસ્ત થઈ ચુક્યા છે અને મોટી સંખ્યામાં લોકો સુરક્ષિત સ્થાનો પર વિસ્થાપિત થવા માટે મજબૂર બ્યા છે.

શુક્રવારે અને શનિવારે કાશ્મીરના અલગ-અલગ વિસ્તારોમાં પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા ગ્રેનેડ એટેક થયા હતા. તો ભાગલાવાદીઓના ઈશારે દેખાવકારો અને પથ્થરબાજોએ પણ કેટલાક સ્થાનો પર પોતાની હરકત ચાલુ રાખી હતી.

Related posts

ફરી સત્તામાં આવ્યા બાદ મોદીના સાત વિદેશ પ્રવાસ, નવ દેશોની મુલાકાત અને 14 મહાનુભવો ભારત પધાર્યા

Mayur

ગિરના સિંહોના વર્તનમાં માતબર પરિવર્તન, ઉંમર પણ વધી અને બચ્ચાઓને જન્મ આપવાની સંખ્યા પણ વધી

Mayur

અમેરિકાએ ભારતની સુરક્ષા માટે મહત્વપૂર્ણ ડીલને મંજૂરી આપી, ટ્રમ્પની જાહેરાતથી ચીન અને પાકિસ્તાનની ઉંઘ ઉડી ગઈ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!