GSTV

PoK અને અક્સાઇ ચીન બધુ ભારતનો જ હિસ્સો, તેના માટે જીવ પણ આપી દઇશું : અમિતશાહ

લોકસભામાં ગૃહમંત્રી અમિત શાહે સંકલ્પ રજૂ કરતાં કહ્યું કે ભારતના રાષ્ટ્રપતિએ ઘોષણા કરી છે તેમના આદેશ બાદ અનુચ્છેદ 370ની તમામ જોગવાઇ જમ્મુ-કાશ્મીરમાં લાગૂ નહી થાય. સાથે જ તેમણે કહ્યું કે વર્તમાન જમ્મુ-કાશ્મીર રાજ્યનું પુનર્ગઠન બિલને વિચાર માટે રાખવામાં આવે જેથી રાજ્યસભાની મંજૂરી મળી ચુકી છે. શાહે કહ્યું કે રાજ્યસભા બાદ આ બિલને અહીં લાવવામાં આવ્યું છે. સાથે જ તેમણે જમ્મુ-કાશ્મીર અનામત સંશોધન બિલને પણ વિચાર માટે સદનમાં રજૂ કર્યુ.

PoK ભારતનો હિસ્સો

લોકસભામાં અમિતશાહે કહ્યું કે શું કોંગ્રેસ PoKને ભારતનો હિસ્સો નથી માનતી? અમે તેના માટે જીવ આપી દેવા તૈયાર છીએ. તેમણે કહ્યું કે જમ્મુ-કાશ્મીરનો અર્થ પીઓકે અને અક્સાઇ ચીન પણ છે કારણ કે તેમાં બંનેનો સમાવેશ થાય છે. ગૃહમંત્રીએ કહ્યું કે આજે પ્રસ્તાવ અને બિલ ભારતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોમાં લખવામાં આવશે અને આ મહાન સદન તેના પર વિચાર કરવા જઇ રહ્યું છે. અમિત શાહે કહ્યું કે રાષ્ટ્રપતિએ ગઇકાલે એક બંધારણીય આદેશ આપ્યો છે જેના અંતર્ગત ભારતના બંધારણના તમામ અનુબંધ જમ્મુ કાશ્મીરમાં લાગુ થશે. સાથે જ જમ્મુ-કાશ્મીરને મળતા વિશેષ અધિકાર નાબૂદ થઇ જશે અને પુનર્ગઠનનું બિલ લઇને આવ્યો છું.

સંસદને કાશ્મીર પર કાયદો બનાવાનો અધિકાર: અમિત શાહ

અમિત શાહે અધીર રંજનના સવાલનો જવાબ આપતાં કહ્યું કે 1948માં આ મામલો યુએન પહોંચાડવામાં આવ્યો હતો. તે પછી ઇન્દિરાજીએ શિમલા કરારમાં પણ તેનો ઉલ્લેખ કર્યો. અમિત શાહે કહ્યું કે જમ્મુ કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે અને તેના પર કોઇ કાનૂની અથવા બંધારણીય વિવાદ નથી. તેમણે કહ્યું કે જમ્મુ-કાશ્મીરે પણ તેનો સ્વીકાર કર્યો છે. શાહે કહ્યું કે અનુચ્છેદ 370(C)માં આ વાતનો ઉલ્લેખ પણ છે. જમ્મુ-કાશ્મીર પર કાયદો બનાવવા માટે આ સંસદ સંપૂર્ણ રીતે સક્ષમ છે. અમે રાષ્ટ્રપતિની મંજૂરી બાદ આ સંકલ્પ લઇને આવ્યાં છીએ.

અધીર રંજન અને અમિત શાહ વચ્ચે દલીલ

કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીએ કહ્યું કે તમે જમ્મુ-કાશ્મીરને 2 હિસ્સામાં વિભાજીત કરીને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવી દીધું. તેમણે કહ્યું કે કાશ્મીરને તમે અંદરનો મામલો ગણાવી રહ્યાં છો પરંતુ સંયુક્ત રાષ્ટ્ર ત્યાંનું નિરિક્ષણ કરે છે. તેના પર અમિત શાહે કહ્યું કે આ કોંગ્રેસનો મત છે કે સંયુક્ત રાષ્ટ્ર જમ્મુ કાશ્મીરનું નિરિક્ષણ કરી શકે છે, તે કોંગ્રેસ સ્પષ્ટ કરે. તેના પર સદનમાં હોબાળો શરૂ થઇ ગયો છે. ચૌધરીએ કહ્યું કે આ મુદ્દો દ્વિપક્ષીય છે કે આંતરરાષ્ટ્રીય તેના પર સરકાર પોતાનો પક્ષ સ્પષ્ટ કરે. તેમણે કહ્યું કે ત્યાં લાખોની સંખ્યામાં સેના તૈનાત છે અને પૂર્વ મુખ્યમંત્રી નજરકેદ છે. ઘાટીની સ્થિતી શું છે તે આપણે જાણી શકતાં નથી.

સરકાર પોતાનો સ્ટેન્ડ સ્પષ્ટ કરે: અધીર રંજન

અમિત શાહે કહ્યું કે કોંગ્રેસ તરફથી કહેવામાં આવ્યું કે મુદ્દો સંયુક્ત રાષ્ટ્રમાં છે અને તેની પરવાનગી વિના આ બિલ અમે લઇ આવ્યાં છીએ, કોંગ્રેસ પોતાનો સ્ટેન્ડ સ્પષ્ટ કરે. અધીર રંજને ફરી કહ્યું કે 1948થી જમ્મુ-કાશ્મીરમાં સંયુક્ત રાષ્ટ્રનું નિરિક્ષણ થઇ રહ્યું છે તો આ આંતરિક મામલો કેવી રીતે થયો. જયશંકરે કહ્યું હતું કે તેમા મધ્યસ્થતા ન થઇ શકે તો આ આંતરિક મામલો શું છે. ચૌધરીએ કહ્યું કે અમે સરકાર પાસેથી તે જાણવા માગીએ છીએ અને તે અમારો  અધિકાર છે. કોંગ્રેસ દેશનું હિત નથી ઇચ્છતી તેવો માહોલ તમે ઉભો ન કરો.

Read Also

Related posts

બિહારમાં ફરમાન: સોશિયલ મીડિયા પર નેતાઓ-અધિકારીઓ પર અપમાનજનક ટિપ્પણી કરશો તો થશે કડક કાર્યવાહી

Pritesh Mehta

પોલીસમાં ધરખમ ફેરફારો/ મુખ્યમંત્રી રૂપાણીની સૌથી મોટી જાહેરાત : વર્ષ 1995થી ચાલતો આ સેલ કરી દીધો બંધ, વચેટિયાઓને ઝટકો

pratik shah

ખાસ વાંચો/ માર્ચ-એપ્રિલથી ચલણમાં નહી રહે 100 રૂપિયાની જૂની નોટો, RBIએ લીધો આ નિર્ણય

Bansari
Do NOT follow this link or you will be banned from the site!