જમ્મુ-કાશ્મીરમાં વિરોધ અને હિંસાની ખબરો મળી રહી છે. રિપોર્ટ અનુસાર મંગળવારે શ્રીનગરના કેટલાંક વિસ્તારોમાં કેટલાંક લોકોએ પથ્થરમારો કર્યો છે. શ્રીનગરમાં આશરે 9 સ્થળો પર પથ્થરમારો થયો હોવાની ખબરો મળી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર હાજી બાગ કેમ્પ, સોમ્યાર મંદિર, ઇસ્લામિયા કોલેજ, છોટા બજાર સહિત 9 વિસ્તારમાં અરાજક તત્વોએ પથ્થરમારો કર્યો છે.
રિપોર્ટ અનુસાર જમ્મુ-કાશ્મીરમાં આ સમયે સઘન સુરક્ષા વ્યવ્સ્થા છે. તેમ છતાં શ્રીનગરમાં કેટલાંક લોકો રસ્તા પર હોબાળો મચાવવામાં સફળ રહ્યાં. શ્રીનગરથી મળતી ખબરો અનુસાર શાક માર્કેટ વિસ્તારમાં કેટલાંક યુવકોએ પથ્થરમારો કરવાનો પ્રયાસ કર્યો. આ ઉપરાંત 90 ફૂટ રોડ, હાજી બાગ કેમ્પ, સોમ્યાર મંદિર, ઇસ્લામિયાં કોલેજ, છોટા બજાર, હમદાનિયા બ્રિજ, જેવીસી, બેમિના અને પૉવર ગ્રિડ પાસે પથ્થરમારાની ઘટનાઓ ઘટી.


જણાવી દઇએ કે આ સમયે કાશ્મીરમાં ધારા 144 લાગુ છે. કાયદેસર રીતે એક સ્થળે ચારથી વધુ લોકો જમા ન થઇ શકે. પરંતુ કેટલાંક અરાજક તત્વો રાજ્યમાં અશાંતિ ફેલાવવા માગે છે.
જમ્મુ કાશ્મીરના ડોડામાં સતત બીજા દિવસે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવાઈ છે. ડોડામાં આજે પણ કલમ 144 લાગૂ કરાઈ છે. સમગ્ર વિસ્તારમાં ઈન્ટરનેટ અને મોબાઈલ સેવાને બંધ કરી દેવામાં આવી છે. જેથી ડોડા વહેલી સવારથી સજ્જડ બંધ રહ્યુ. જ્યારે ડોડોમાં આવતા ખાનગી વાહનોની તપાસ સ્થાનિક પોલીસ અને સેનાના જવાનો દ્વારા કરવામાં આવી હતી.
Jammu and Kashmir: Security forces deployed in Doda as Section 144 is imposed in the area. pic.twitter.com/h2nACNAQ6A
— ANI (@ANI) August 6, 2019
જમ્મુ કાશ્મીરના શ્રીગરમાં રાતભર શાંતિ બાદ સતત બીજા દિવસે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. શ્રીનગરના લાલચોકમાં સેનાને ઉતારી દેવામાં આવી છે. આ સાથે શ્રીનગરમાં મોબાઈલ, ઈન્ટરનેટ અને બ્રોડબેંડ સહિત લેન્ડલાઈન સેવા બંધ કરી દેવામાં આવી છે. જ્યારે કલમ 144 લાગૂ હોવાના કારણે શ્રીનગરમાં સતત બીજા દિવસે બંધ રહ્યુ છે.
Read Also
- 1 વખત મોબાઈલ રિચાર્જ કરાવી આખું વર્ષ કરો અનલિમિટેડ વાતો, આ કંપનીઓ આપી રહી છે બેસ્ટ ઓફર
- અમદાવાદ બરોડા એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત, ગાઢ ધુમ્મસના પગલે 20થી વધુ વાહનોની થઈ ટક્કર
- કોરોનાની ગાઇડલાઇન સાથે દિલ્હીમાં ખુલી શાળાઓ, 10 માસ પછી બાળકો પહોંચ્યા સ્કૂલ
- મહેશ માંજરેકરની વિરુદ્ધ FIR દાખલ, કારની ટક્કર બાદ મારપીટનો આરોપ
- રિશી કપૂર અને ઇરફાન ખાન સહિત આ ભારતીય કલાકારોને શ્રદ્ધાંજલિ આપશે IIFA