GSTV

‘ચિંતા ન કર બેટા…’, કાશ્મીર મુદ્દે ગૌતમ ગંભીરે શાહિદ આફ્રીદીને આપ્યો જબરદસ્ત જવાબ

જમ્મુ-કાશ્મીર પર સંસદમાં રજૂ કરવામાં આવેલા પ્રસ્તાવિત કાયદા પર પાડોશી દેશમાં હલચલ મચી ગઇ છે. ટ્વિટર પર પણ તેની ઝલક જોવા મળી રહી છે. પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદીએ પણ આ મુદ્દે ટ્વિટ કર્યુ તો ભારતીય યુઝર્સે તેને ઝાટકી નાંખ્યો છે. તેવામાં પૂર્વ ક્રિકેટર તથા બીજેપી સાંસદ ગૌતમ ગંભીરે પણ આફ્રિદીને જડબાતોડ જવાબ આપ્યો છે.

ગંભીરે લખ્યું કે, ‘શાહિદ આફ્રીદી બિલકુલ સાચુ કહી રહ્યાં છે. કારણવિના આક્રામકતા છે. માનવતાની વિરુદ્ધ અપરાધ છે. આ મુદ્દો ઉઠાવા માટે તેમની પ્રશંસા થવી જોઇએ. ફક્ત એક વાત જે તેઓ લખવાનું ભૂલી ગયાં છે કે આ બધુ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં થઇ રહ્યું છે. ચિંતા ન કરો, અમે તેનું પણ નિવારણ લાવી દઇશું બેટા’

જણાવી દઇએ કે બંધારણના અનુચ્છેદ 370માં બદલાવ પર પાકિસ્તાનની ચિંતા સ્પષ્ટપણે જોઇ શકાય છે. વડાપ્રધાન ઇમરાન ખાને મલેશિયા અને તુર્કીના રાષ્ટ્રાધ્યક્ષો સાથે ફોન પર વાતચીત કરી. તેમણે કાશ્મીરમાં અનુચ્છેદ 370ને હટાવવાના ભારતના આ પગલાને ગેરકાયદેસર ગણાવ્યું અને કહ્યું કે તેનાથી ક્ષેત્રની શાંતિ ભંગ થઇ જશે. પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર શાહિદી આફ્રીદીએ પણ કાશ્મીરની આ ચર્ચામાં ઝંપલાવ્યું છે.

આફ્રીદીએ ટ્વિટ કર્યુ, UN રેઝોલ્યુશનના હિસાબે કાશ્મીરીઓને તેમના અધિકાર આપવા જોઇએ. આપણા સૌની જેમ સ્વતંત્રતાનો અધિકાર. સંયુક્ત રાષ્ટ્ર શા માટે બન્યુ હતું અને તે શા માટે નિંદ્રામાં છે? કાશ્મીરમાં માનવતા પર થઇ રહેલા અપરાધોની વિગતો લેવામાં આવે. અમેરિકી રાષ્ટ્રપતિએ મધ્યસ્થતાની ભુમિકા નિભાવવી જોઇએ.

Read Also

Related posts

મહાસત્તાના 46માં રાષ્ટ્રપતિ Joe Biden ની સેલરી સાંભળી સ્તબ્ધ થઇ જશો, જાણો કઇ-કઇ ફેસિલિટી છે ઉપલબ્ધ

Mansi Patel

સુરત/ પલસાણા નજીક કાર અને રીક્ષા વચ્ચે અકસ્માતમાં ગર્ભવતી મહિલાનું થયું મોત

Pravin Makwana

અમદાવાદના વટવા સૈયદવાડી વિસ્તારમાં સામાન્ય બાબતમાં બે કોમ વચ્ચે થયો પથ્થરમારો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!