GSTV
Home » News » જમ્મુ કાશ્મીરમાં CRPFના જવાને પોતાના જ સાથીઓને ગોળી મારી દીધી, ત્રણના મોત

જમ્મુ કાશ્મીરમાં CRPFના જવાને પોતાના જ સાથીઓને ગોળી મારી દીધી, ત્રણના મોત

જમ્મુ કાશ્મીરના એક શિબિરમાં સીઆરપીએફના એક જવાને બુધવારે પોતાના ત્રણ સાથીઓને ગોળી મારી દીધી. ઘટનામાં ત્રણ જવાનોનું મોત થઈ ગયું છે. ઘટનાની જાણકારી સીઆરપીએફના એક વરિષ્ઠ અધિકારીએ આપી છે. તેમણે જણાવ્યું કે ઘટના ઉધમપુરના બટ્ટલ બલિયાન વિસ્તારના 187માં બટાલિયન શિબિરની છે. તેમણે જણાવ્યું કે ઉધમપુરના બટ્ટલ બલિયાન વિસ્તારમાં બળના 187માં બટાલિયન શિબિરમાં આ ઘટના રાતના લગભગ દસ વાગે થઈ તે સમયે કોન્સ્ટેબલ અજીત કુમારે પોતાની સર્વિસ રાઈફલથી પોતાના ત્રણ સાથીઓને ગોળી મારી દીધી.  

ત્યારબાદ જવાને પોતાને પણ ગોળી મારી હતી. જો કે આ ઘટનામાં ત્રણેય જવાનોના મોત નિપજ્યાં છે જ્યારે ગોળી મારનાર જવાનની હાલત ગંભીર છે. આ જવાનને ઉધમપુરની મિલિટ્રી હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરાયાં છે.

જો કે વિવાદ કઈ બાબતે થયો તે હજુ સુધી જાણવા મળ્યુ નથી. પ્રાપ્ત વિગતો મુજબ ગોળી મારાનારા જવાનનો પોતાના સાથીદારો સાથે બટ્ટલ બાલિયાન કેમ્પમાં વિવાદ થયો હતો. ચારેય CRPFના જવાનો 187 બટાલિયનમાં ફરજ બજાવે છે. જોકે, હજુ સુધી સ્પષ્ટ નથી થયુ કે ચારેય વચ્ચે વિવાદ શું થયો હતો.

જમ્મૂ કશ્મીરના ઉધમપુરમાં CRPFના એક જવાને પોતાના જ ત્રણ સાથીદારોને ગોળી મારતાં ત્રણેય જવાનોનું મોત થયુ છે.  જો કે પોતાના ત્રણેય સાથીઓને ગોળી માર્યા બાદ જવાને પોતાની જાતને પણ ગોળી મારી દીધી હતી. ગોળી મારનાર જવાનની હાલત ગંભીર હોવાથી તેમને સારવાર માટે ઉધમપુર મિલિટ્રી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે.

જોકે, એક વિવાદ બાદ આ જવાને પોતાના ત્રણ સાથીદાર જવાનોને ગોળી મારી હતી.  પ્રાપ્ત વિગતો મુજબ યૂપીના કાનપુરના રહેનારા કોન્સ્ટેબલ અજીતકુમારે રાજસ્થાનના ઝુનઝુનના રહેનાર હેડ કોન્સ્ટેબલ પોખરમલ, દિલ્લીના મૌજપુરમાં રહેતા હેડ કોન્સ્ટેબલ યોગેન્દ્ર શર્મા અને હરિયાણાના રેવાડીના રહેનારા હેડ કોન્સ્ટેબલ ઉમ્મીદ સિંહને ગોળી મારી છે. આ ઘટનામાં ત્રણેય જવાનોનામોત થયા છે, જ્યારે કોન્સ્ટેબલ અજીતકુમારની હાલત ગંભીર હોવાથી તેઓ સારવાર હેઠળ છે.

Read Also

Related posts

રાજ્ય મહેસુલ કર્મચારી મહામંળ દ્વારા તેમની પડતર માંગણીઓને લઈ સરકાર સામે ચઢાવી બાંયો

Path Shah

લોકસભા ચૂંટણીમાં કારમી હારનો સામનો કરનારી કોંગ્રેસે હવે પેટાચૂંટણીની તૈયારી શરૂ કરી

Path Shah

વિશ્વની સૌથી મોટી બેવરેજ કંપનીએ CCDનો હિસ્સો ખરીદવાની તૈયારી બતાવી

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!