GSTV
AGRICULTURE Trending

જામકાના ખેડૂતે ટેટીની ખેતીમાં કરી જમાવટ, 10 વીઘામાં 9 જેટલી વેરાયટી વાવી લીધું લાખો રૂપિયાનું ઉત્પાદનઃ કૃષિ નિષ્ણાંતો વાડીએ દોડી આવ્યા

ઉનાળાની દાહક ગરમીમાં ટેટી અને તરબૂચનું સેવન બધા લોકો કરી રહ્યા છે. મોંઘા ભાવે વેચાતી કેરીઓની સામે હજુ પણ બજારમાં ટેટી અને તરબૂચનો ઉપાડ ખૂબ જ સારો છે. એક સાથે તમે માર્કેટ બે કે ત્રણ વેરાયટીની ટેટીઓ જોઈ હશે પરંતુ. જામકાના ખેડૂતે 10 વીઘામાં 9 જાતની સક્કર ટેટીનું વાવેતર કર્યું છે. એક જ બેડમાં બીજી વખતના પાકમાં પણ ઉત્પાદન જાળવી રાખ્યું છે. શિયાળુ પાકમાં તરબૂચ ટેટી લીધા પછી એ જ મલ્ચિંગ બેડમાં ફેબ્રુઆરી મહિનામાં બીજી વખત ટેટીનું વાવેતર કરી દીધું છે.

15 વર્ષથી ખેતીમાં જોડાયેલા જામકાના નાગભાઈ અલીગભાઈ ધાધલ છેલ્લા 2 વર્ષથી ટેટીનું વાવેતર કરી રહ્યા છે. આ વર્ષે તેમણે 9 જેટલી વેરાયટીનું વાવેતર કરીને લોકોમાં એક આકર્ષણ જમાવ્યું છે. લોકો તેમની વાડીએ ટેટી જોવા આવી રહ્યા છે. ખેડૂતે લોકોને ટેસ્ટ કરાવવા માટે તમામ વેરાયટીનું ડિસ્પ્લે પણ બનાવ્યું છે. લોકને ઠંડી ટેટીનો સ્વાદ ચખાડતાં વાડીએ બેઠાં જ 50 ટકાથી વધુ રીટેલ વેચાણ કરી લીધું છે. વર્ષોથી તેઓ પરંપરાગત ખેતી કરતા હતા. પરંતુ વળતર ન રહેતાં કંઈક નવી ખેતી કરવાનું મન થતાં તેઓ છેલ્લા બે વર્ષથી ટેટીની ખેતી તરફ વળ્યા છે.

  • જામકાના ખેડૂતે સક્કરટેટીની ખેતીમાં કરી છે જમાવટ
  • ટેટીની 9 વેરાયટીઓનું વાવેતર કરીને બનાવી નવી ઓળખ
  • ડ્રિપ,મલ્ચિંગ ગ્રોકવર જેવી ટેકનોલોજીનો કર્યો છે ઉપયોગ
  • 1 વીઘામાં 1 લાખ રૂપિયાથી વધુની લઈ ચૂક્યા છે આવક

ટેટીની ઉનાળાની શરૂઆતમાં ખૂબજ માગ રહેતી હોય છે. 17 વીઘા જમીન ધરાવતા ખેડૂતે શિયાળામાં ટેટી તરબૂચના બેડ ઉપર જ ઉનાળુ વાવેતરમાં ફેર ટેટીનું વાવેતર કર્યુંહતું. 10 વીઘા જમીનમાં મલ્ચિંગ બેડ અને ગ્રોકવરથી ટેટીનું ફેબ્રુઆરીના મધ્યમાં વાવેતર કર્યું હતું. શિયાળુ પાકમાં ટેટી પૂરી થયા પછી એ જ બેડમાં ફરીથી ટેટીના બીજ ચોપ્યા. 1 વીઘામાં અંદાજિત 2500 રોપા લગાવ્યા હતા. ટેટીમાં બે છોડ વચ્ચે 3 ફૂટનું અને બે હાર વચ્ચે 6 ફૂટનું અંતર રાખીને વાવેતર કર્યું હતું. ડ્રિપ, મલ્ચિંગ સાથે ગ્રોકવર કરવાથી પાકને ફાયદો મળ્યો છે. ગ્રો કવર કરવાથી 35થી 40 દિવસ સુધી છોડને રોગ જીવાત સામે રક્ષણ મળે છે. વેલાને સીધી રીતે હવા કે તડકો ન મળતાં ગ્રોથ સારો મળે છે. છોડ નાના હોય તે દરમિયાન કોઈ પણ પાકમાં ચૂસિયા જીવાતો રહેતી હોય છે. પરંતુ ગ્રો કવરથી ચૂસિયા જીવાતોથી પાકને બચાવી શકાય છે.

સક્કર ટેટીનું વાવેતર કરતાં જામકાના નાગભાઈએ આધુનિક પદ્ધતિનો ઉપયોગ કર્યો છે. આ સિવાય એક જ વેરાયટી વાવવાને બદલે 9 જાતની વેરાયટી લગાવી છે. શિયાળામાં તરબૂચ ટેટીનો પાક લીધા પછી એજ મલ્ચિંગ બેડમાં ફરીથી બીજ ચોપી દીધા હતા. છોડના ગ્રોથ માટે અને જમીનજન્ય રોગ જીવાત ન લાગે તે માટે ડ્રિપમાં ખાટીછાસ અને જીવામૃત આપ્યા છે. છોડના વિકાસ માટે વોટરસોલ્યુબલ ખાતર પણ સિડ્યૂલ બનાવીને ડ્રિપમા આપ્યા છે. જીવામૃત બનાવીને અઠવાડિયાના અંતરાલે 6થી 7 વખત જીવામૃત આપ્યું છે.જીવામૃતથી છોડ તંદરુસ્ત રહેવા સાથે ફળમાં મીઠાશ આવે છે. નાગભાઈનું માનવું હતું કે વાડીએ કોઈ મુલાકાત લે તો પણ એક સાથે જુદી જુદી વેરાયટી હોય તો વધારે ટેટી ખરીદી જાય. અને એમનો એ પ્રયોગ સફળ રહ્યો છે.

નાગભાઈ પોતાના ખેતરે તૈયાર કરેલી ટેટીની જુદી જુદી વેરાયટીનો ગ્રાહકોને ટેસ્ટ કરાવે છે. એટલે ગ્રાહકો હોંશે હોંશે ખરીદી જાય છે. રોડ પર વાડી હોય રિટેલ વેચાણને સારો પ્રતિસાદ મળ્યો છે. 50 ટકાથી વધુ ટેટીનું તેમણે વાડીએ બેઠા જ વેચાણ કર્યું છે. 1 વીઘામાંથી 8થી 9 ટન જેટલો માલ ઉતાર્યો છે. વાડીએ બેઠા 1 કિલોના 30 રૂપિયા ભાવે વેચાણ કર્યું છે. જ્યારે હોલસેલમાં ટેટીના 15 રૂપિયા કિલોના ભાવે વેચાણ થાય છે. અત્યાર સુધીમાં 9 લાખ રૂપિયાનું વેચાણ થઈ ગયું છે. હજુ 50 ટકા જેટલી ટેટીનું હાર્વેસ્ટિંગ બાકી છે. ટેટીની ખેતીમાં 5 લાખ રૂપિયા જેટલો મજૂરી સહિત તમામ ખર્ચ લાગ્યો છે.

કોઈપણ વ્યક્તિ વાડીએ આવે અને એક સાથે 9 જુદી જુદી વેરાયટીની ટેટી ખરીદે તો 20 કિલો માલ વેચાઈ જાય. નાગભાઈની એ ગણતરી સાચી પણ પડી છે. આધુનિક પદ્ધતિ સાથે ટેટીની જુદી જુદી વેરાયટીઓનું એક જ જગ્યાએ વાવેતર હોય ખેડૂતોની સાથે કૃષિ અધિકારીઓ પણ તેમના ખેતરની મુલાકાત લેતા રહ્યા છે. એમના ખેતરની મુલાકાત લેનાર ગ્રાહકો પણ અચૂક રિટેલ ખરીદી કરી જાય છે. ખેડૂતો જો ખેતીમાં કંઈક નવું કરી પોતાની જાતે જ માર્કેટ ઊભું કરે તો ડબલ આવક અચૂકથી લઈ શકાય છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

સાવચેત/ વધુ કે ઓછુ, દરેક રીતે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે દારૂ- સંશોધનમાં થયો ખુલાસો

Hemal Vegda

Stress Release Tips/ ટેન્શન અને ડિપ્રેશનથી વધી રહી છે મુશ્કેલીઓ, તો અપનાવો આ ઉપાયો તરત જ અનુભવશો રાહત!

Binas Saiyed

મલાઈકા અરોરા ટૉપ પહેરવાનું જ ભૂલી ગઇ! કરણ જોહરની બર્થ ડે પાર્ટીમાં બેધડક ઇનરવેર કર્યુ ફ્લોન્ટ

Bansari Gohel
GSTV