GSTV
Gujarat Government Advertisement

અયોધ્યા ચુકાદાના મુદ્દે સુપ્રીમમાં જમીયત-ઉલેમાની રિવ્યૂ પીટીશન

Last Updated on December 3, 2019 by Mansi Patel

અયોધ્યા મામલે જે ચુકાદો સુપ્રીમ કોર્ટે આપ્યો છે તેને લઇને હવે જમીયત-ઉલેમા-એ-હિન્દ દ્વારા સોમવારે સુપ્રીમ કોર્ટમાં રિવ્યૂ પિટિશન દાખલ કરવામાં આવી છે. અરજદારોએ એવી દલીલ કરી છે કે આ ચુકાદામાં મુસ્લિમોને યોગ્ય ન્યાય નથી થયો.શબાના આઝમી, નસીરૂદ્દીન શાહ સહીતના અનેક મુસ્લિમ કલાકારોએ કોઇ પણ પ્રકારની રિવ્યૂ પિટિશન દાખલ ન કરવાનો મુસ્લિમ સમાજને અનુરોધ કર્યો હતો તેમ છતા આ પરિસિૃથતિ વચ્ચે મુસ્લિમ સંગઠન જમીયત-ઉલેમા-એ-હિન્દ દ્વારા સુપ્રીમ કોર્ટમાં રિવ્યૂ પિટિશન દાખલ કરવામાં આવી છે જેમાં હવે કેટલાક કાયદાકીય મુદ્દાઓને કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવશે. 

સુપ્રીમ કોર્ટમાં દાખલ રિવ્યૂ પિટિશનમાં જે મુદ્દાઓને ટાંકવામાં આવ્યા છે તેમાં જણાવવામાં આવ્યું છે કે 1857 પહેલા મસ્જિદના પ્રાંગણમાં હિંદુઓએ પૂજા કરી હતી તેવું સુપ્રીમ કોર્ટનું જે અવલોકન છે તે યોગ્ય નથી. 1857 અને 1949 વચ્ચે આંતરીક આંગણુ મુસ્લિમોના કબ્જામાં હતું તે પ્રકારનું સુપ્રીમનું નિવેદન પણ યોગ્ય નથી.મુસ્લિમ પક્ષ પોતાનો કબજો હોવાનું પુરવાર કરવામાં પણ નિષ્ફળ રહ્યો છે તે કહેવું પણ યોગ્ય નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે એએસઆઇના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે મસ્જિદ સપાટ મેદાનમાં નહીં પણ એવી જગ્યાએ બનાવવામાં આવી હતી કે જ્યાં મસ્જિદ પહેલા હિંદુ દેવી દેવતાઓના સ્મારક કે મુર્તિ વગેરે હતા. 

અરજદારોએ એવી દલીલ કરી હતી કે મુસ્લિમો અને હિંદુ પક્ષ બન્નેએ પોત પોતાની રીતે પુરાવા રજુ કર્યા હતા જેમાં માત્ર હિંદુઓના પુરાવા પર ધ્યાન આપવામાં આવ્યું જ્યારે મુસ્લિમ પક્ષકારોના પુરાવા પર ધ્યાન આપવામાં નથી આવ્યું. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે હિંદુઓ કોઇ પણ પ્રકારના વિવાદ વગર જ ત્યાં પૂજાપાઠ કરતા હતા, જોકે હકીકત આવી નથી.આ ઉપરાંત મુસ્લિમ પક્ષકારોને પાંચ એકર જમીન આપવાનો નિર્ણય પણ યોગ્ય નથી. સુપ્રીમ કોર્ટે જે પણ મુદ્દા રજુ કર્યા તેમાંથી લગભગ દરેકનો મુસ્લિમ પક્ષકારોએ વિરોધ કર્યો હતો. નોંધનીય છે કે આ સમગ્ર મામલે સુન્ની વકફ બોર્ડે એવી સ્પષ્ટતા કરી હતી કે અમે કોઇ જ રિવ્યૂ પિટિશન દાખલ નહીં કરીએ. જમિયતના વડાએ મુસ્લિમ સમાજ દ્વારા અયોધ્યા ચૂકાદની પુન:સમીક્ષા કરવાના વિરોધ કરાતો હોવાની વાત નકારી કાઢી હતી. ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડે પણ દાવો કર્યો હતો કે 99 ટકા મુસ્લિમ સમાજ અયોધ્યા ચુકાદાને પુન:સમીક્ષાની તરફેણમાં છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

જળયાત્રા / ભગવાન જગન્નાથનો કરાયો જળાભિષેક, નીતિન પટેલનું રથયાત્રાને લઇને મહત્વનું નિવેદન

Dhruv Brahmbhatt

કમાણી કરવાની તક: જો આપની પાસે છે આ 2 રૂપિયાની નોટ તો આપ પણ બની શકો છો લાખોપતિ

Pravin Makwana

ફાયદાની વાત: આ બેંક જૂની ઓટો લોન પર આપી રહી છે 18 હજારનું રિફંડ, એક મહિનાની અંદર પુરૂ કરી નાખો આ કામ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!