GSTV
Home » News » મહારાષ્ટ્રમાં સરકારની રચનાને લઈને જમીયત ઉલેમા-એ-હિંદે સોનિયા ગાંધીને લખી ચીઠ્ઠી, કરી આ મોટી માંગ

મહારાષ્ટ્રમાં સરકારની રચનાને લઈને જમીયત ઉલેમા-એ-હિંદે સોનિયા ગાંધીને લખી ચીઠ્ઠી, કરી આ મોટી માંગ

મહારાષ્ટ્રમાં સરકાર રચનાની કવાયત તેજ થઈ ગઈ છે. હાલમાં જ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીનાં અધ્યક્ષ શરદ પવાર સોનિયા ગાંધીને મળવા માટે 10 જનપથ પહોંચ્યા છે. જ્યાં શિવસેનાને સમર્થન આપવાનાં મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. ત્યારે તેની વચ્ચે ઉલેમા-એ-હિંદે સોનિયા ગાંધીને ચિઠ્ઠી લખીને સોનિયા ગાંધીને સમર્થન ન આપવાની અપીલ કરી છે.

જમીયતનાં પ્રમુખ અરશદ મદનીએ સોનિયા ગાંધીને સંબોધિત પોતાની ચીઠ્ઠીમાં કહ્યુ છેકે,” હું મહારાષ્ટ્રનાં ગંદા રાજકારણ તરફ તમારું ધ્યાન લઈ જવા માંગુ છું, અમે આ દુર્ભાગ્યપૂર્ણ હશે કે તમે શિવસેનાને સમર્થન આપશો. આ કોંગ્રેસ પાર્ટી માટે ખતરનાક અને નુકસાનદેહ હશે. મને આશા છેકે, મારી સલાહને સારી ભાવનામાં લેશો.”

ઉલ્લેખનીય છેકે, મહારાષ્ટ્રમાં 24 ઓક્ટોબરે ચૂંટણીનાં પરિણામોની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ હજી સુધી કોઈ એક દળને પૂર્ણ બહુમત ન મળવાને કારણે સરકારની રચનાને લઈને જોડાણ ચાલું છે. મહારાષ્ટ્રમાં વિધાનસભાની 288 સીટો છે. અને બહુમત માટે જરૂરી આંકડા 145 ધારાસભ્યોની છે.

બીજેપીએ 105 અને શિવસેનાએ 56 સીટો જીતીને બહુમતનો આંકડો સરળતાથી મેળવી લીધો હતો. પરંતુ મુખ્યમંત્રી પદ પર ભાગીદારીને લઈને બંનેમાં સહમતિ ન બનતા સરકાર બની શકી ન હતી. કોંગ્રેસ અને એનસીપીની વચ્ચે ચૂંટણી પહેલાં ગઠબંધન હતુ. કોંગ્રેસે 44 અને એનસીપીએ 54 સીટો જીતી છે.

શિવસેના હવે કોંગ્રેસ-એનસીપીની સાથે ગઠબંધન કરીને સરકાર રચવાના પ્રયાસમાં લાગેલી છે. આ સંબંધમાં ત્રણેય દળો ઘણીવાર બેઠક કરી રહ્યા છે. સરકાર ચલાવવા માટે કોમન મિનિમમ પ્રોગ્રામ તૈયાર કરવામાં આવ્યો છે. સરકારની રચના કરવાનાં મામલે જ શરદ પવાર આજે સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી રહ્યા છે.

READ ALSO

Related posts

રેપ તો થયો નથી ને જ્યારે થાય ત્યારે જોઈ લઇશું, 3 મહિનાથી યુવતી ખાઈ રહી છે ધક્કા

Mayur

ઉન્નાવ કાંડની પીડિતાનો મૃતદેહ તેના પૈતૃક ગામમાં લાવવામાં આવ્યો, મોટી સંખ્યામાં લોકો થયા એકત્રીત

Nilesh Jethva

ઉન્નાવ જિલ્લો ‘રેપ કેપિટલ’ : 11 મહિનામાં 86 બળાત્કારના કેસ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!