GSTV

જામિયામાં હિંસક બન્યા પ્રદર્શનકારી, બસોમાં લગાવી આગ, ફાયરફાઈટર પર પણ હુમલો

દેશની રાજધાની દિલ્હીમાં જામિયા મીલીયા ઇસ્લામીયાના વિદ્યાર્થીઓનું નાગરિકતા સુધારો અધિનિયમ પર નિદર્શન થવાનું નામ નથી લઈ રહ્યો. જામિયા ઇસ્લામીયાના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શન હવે ઉગ્ર બન્યા છે. વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓએ 3 બસોને આગ ચાંપી દીધી હતી. આગને કાબૂમાં લેવા 4 ફાયર ફાટર ઘટના સ્થળે પહોંચ્યા હતા.

જામિયા ઇસ્લામીયાના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શન હવે ઉગ્ર બન્યા

બસોમાં આગ બુઝાવતી વખતે વિદ્યાર્થીઓએ વાહનો ઉપર હુમલો કર્યો

બસોમાં આગ બુઝાવતી વખતે વિદ્યાર્થીઓએ વાહનો ઉપર હુમલો કર્યો, જેમાં ફાયરમેનને ઈજાઓ પહોંચી હતી.જામિયાના વિદ્યાર્થીઓએ કાલિંદી કુંજ રોડ પર નાગરિકત્વ કાયદાનો વિરોધ કર્યો હતો. આ અગાઉ પણ જામિયા વિદ્યાર્થીઓએ જામિયા મીલીયા ઇસ્લામીયાની બહાર હિંસા કરી હતી.આ અગાઉ પણ જામિયા વિદ્યાર્થીઓએ જામિયા મીલીયા ઇસ્લામીયાની બહાર હિંસા કરી હતી.


દિલ્હી ટ્રાફિક પોલીસે વિદ્યાર્થીઓના વિરોધને લઈને એક નિવેદન પણ બહાર પાડ્યું છે. ટ્રાફિક પોલીસે જણાવ્યું છે કે ઓખલા અંડરપાસથી સરિતા વિહાર વિસ્તારમાં પ્રદર્શનને કારણે ટ્રાફિક ખોરવાયો છે.

ટ્રાફિક પોલીસે જણાવ્યું હતું કે મુસાફરોએ આ રસ્તા પરથી પસાર થવું ટાળવું જોઈએ. વિરોધીઓ દ્વારા ન્યૂ ફ્રેન્ડ્સ કોલોની ઓપોઝીટ મથુરા રોડને પણ પ્રદર્શનકારીઓએ જામ કર્યો છે.

READ ALSO

Related posts

આજ રાત્રે 12 વાગ્યાથી ખાનગી વાહનો પર પ્રતિબંધ, અમદાવાદમાં કોરોના થર્ડ સ્ટેજમાં પહોચ્યો

Nilesh Jethva

કોરોના વાયરસ : પીએમ મોદી આ તારીખે રાજકીય દળોના નેતાઓ સાથે સંવાદ કરશે

Nilesh Jethva

Corona: લોકડાઉન ઉલ્લંઘન પર આ રાજ્યમાં 66 હજાર FIR દાખલ, 10 હજાર વાહન જપ્ત

Arohi
Do NOT follow this link or you will be banned from the site!