GSTV

15 ડિસેમ્બરે આખરે જામિયાની લાઈબ્રેરીમાં શું થયુ હતુ? સામે આવ્યો ચોંકાવનારો VIDEO

Last Updated on February 16, 2020 by Mansi Patel

જામિયા મિલિયા ઈસ્લામિયામાં 15 ડિસેમ્બરના રોજ, વિદ્યાર્થીઓની સાથે થયેલી કથિત બર્બરતાના બે મહિના પછી આ ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં, લાઇબ્રેરીમાં ઘુસીને પોલીસ વિદ્યાર્થીઓ ઉપર દંડાવાળી કરતી દેખાઈ રહી છે. આ વીડિયોને જામિયા કોઓર્ડિનેશન કમિટીએ તેના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે કેટલાક વિદ્યાર્થીઓ લાઇબ્રેરીમાં અભ્યાસ કરી રહ્યા છે, તે જ સમયે પોલીસ લાઇબ્રેરીમાં પ્રવેશ કરે છે અને વિદ્યાર્થીઓને દંડાથી મારવાનું શરૂ કરે છે.

જામિયા કોઓર્ડિનેશન કમિટીનો દાવો છે કે પોલીસે લાઇબ્રેરીમાં ભણતા વિદ્યાર્થીઓ પર બર્બરતા કરી હતી. કમિટિએ ટ્વિટ કર્યું હતું કે, ‘લાઈબ્રેરીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાથેનો બર્બરતાના એક્સક્લૂઝિવ CCTV ફૂટેજ. આ લાઈબ્રેરી M.A /M.Phill વિભાગ, પ્રથમ માળ, ઓલ્ડ રીડિંગ હોલનો છે.” વીડિયોમાં જોઈ શકાય છેકે, પોલીસના લાઠીચાર્જ બાદ વિદ્યાર્થીઓ લાઈબ્રેરી ખાલી કરીને ભાગી ગયા હતા. કમિટીએ દાવો કર્યો છેકે, આ વીડિયો એ દિવસનો છે જ્યારે જામિયામાં હિંસા ભડકી હતી.

જણાવી દઈએકે, વીડિયો રજૂ કરનારી કમિટીનો જામિયા મિલિયા ઈસ્લામિયાની સાથે કોઈ સંબંધ નથી. જો કે આ સમિતિના સભ્યોમાં ઘણા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આ સમિતિ CAA અને NRC વિરુદ્ધ ચાલી રહેલા આંદોલનોનું નેતૃત્વ કરી રહી છે. જોકે પોલીસે હજી સુધી આ વીડિયોની પુષ્ટિ કરી નથી.

READ ALSO

Related posts

સુકન્યા સમૃદ્ધિ યોજના: જો આપ પણ દિકરી માટે ખોલાવા માગો છો ખાતુ તો આટલા ડોક્યુમેન્ટની પડશે જરૂર, જાણી લો આ નિયમ

Pravin Makwana

Tokyo Olympics 2020/ લેડી ગાગાની હમશકલને જોઈ યુઝર્સ થયા હેરાન, તમે પણ વિશ્વાસ નહિ કરશો

Damini Patel

સુરત: મંદિરમાં હરીભક્તો પર પ્રતિબંધ લગાવતા થયો હોબાળો, ભક્તોના પ્રવેશને રોકવા માટે બાઉન્સર મુક્યા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!