GSTV

જેમ્સ બોન્ડની હિરોઈન અને સુપર મોડેલને થયો કોરોના, જાણો ક્યાં પોતાની જાતને કરી છે બંધ

વિશ્વભરમાં કોરોના વાયરસને પગલે ડરનો માહોલ છે. દરેક સરકારો આ વાયરસને નાથવા માટે જોરદાર પ્રયાસો કરી રહી છે. સામાન્ય લોકો સાથે હસ્તીઓ પણ આ વાયરસની ઝપેટમાં આવી ગઈ છે. હવે એક વધુ નામ ઉમેરાયું છે. હોલિવૂડની એક્ટ્રેસ અને મોડલ Olga Kurylenkoનું. જાણો આ મોડલે અને હિરાઈન હાલમાં ક્યાં કેદ છે.

Olga એ જણાવ્યું છે કે કોરાના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 2008માં આવેલી જેમ્સ બોન્ડની ફિલ્મ Quantum of Solace અને 2013માં આવેલી આઈ ફિલ્મ Oblivionથી ઓળખ મેળવનાર Olga એ રવિવારે ઇન્સ્ટા પર એક ફોટોગ્રાફ શેર કર્યો હતો.

Olga એ જણાવ્યું છે કે તે લગભગ એક અઠવાડિયાથી બિમાર છે. કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેણે પોતાની જાતને એક રૂમમાં કેદ કરી દીધી છે. આ સાથે Olga એ એક ફોટોગ્રાફ શેર કર્યો છે. જેમાં બારીની બહારનો દરવાજો જોવા મળી રહ્યો છે. આ સાથે ઓલ્ગાએ લોકોના પોતાની સંભાળ રાખવાની ખાસ સલાહ આપી છે.

Olga સિવાય ગત અઠવાડિયે જ ટોમ હોન્ક્સ અને રીટા વિલ્સનના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યા છે. યુનિવર્સલ મ્યૂઝિકના ચેરમેન અને સીઈઓ Lucian Graingeને પણ ઇન્ફેક્શનને કારણે હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

Related posts

કોરોનાનો સૌરાષ્ટ્રમાં પગપેસરો, મોરબી અને જામનગરમાં 1-1 કેસ નોંધાતા તંત્ર હરકતમાં

Ankita Trada

Video: લૉકડાઉનના કારણે અહીં ફસાયો છે સલમાન ખાન, ત્રણ અઠવાડિયાથી દૂર છે પરિવારથી

Bansari

કનિકાએ જીતી Corona સામેની જંગ, છઠ્ઠો ટેસ્ટ નેગેટિવ પરંતુ હજુ પણ….

Bansari
Do NOT follow this link or you will be banned from the site!