GSTV
Gujarat Election 2022 Junagadh Trending ગુજરાત

ગુજરાત ચૂંટણીમાં આફ્રિકન એન્ટ્રી/ વિશેષ આદિવાસી બુથ પર મતદાનનો મળ્યો પહેલો મોકો, જંબૂરમાં વોટ કરવાની ખુશીમાં મચાવી ધમાલ

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કા માટે 18 જિલ્લાની 182 સીટોમાંથી 89 પર મતદાન શરૂ થઈ ગયું છે. ભારતનું મિની આફ્રિકા ગામ જંબૂરના ઘણા મતદારો પહેલીવાર તેમના વિશેષ આદિવાસી બુથમાં મતદાન કરશે. આ પહેલા ગુજરાતના મીની આફ્રિકી ગામ જંબૂરના લોકોએ તેમના વિશેષ આદિવાસી બુથ પર મતદાન કરવાના પહેલા અવસર પર જશ્ન મનાવ્યો. તેમણે આ વાત પર ખૂબ આનંદ મનાવ્યો કેમ કે તેમને પહેલી વાર વિશેષ આદિવાસી બુથ પર મતદાન કરવાનો મોકો મળશે.

વોટિંગ પહેલા કર્યો આનંદ ઉત્સવ

આફ્રિકી સમુદાયના આ લોકોમાં લોકતંત્ર મહાપર્વના અવસરે ખૂબજ ઉત્સાહ જોવા મળ્યો. આ લોકોએ વોટિંગની પૂર્વ સંધ્યા પર જે જશ્ન શરૂ કર્યો તે મોટી રાત સુધીચાલતો રહ્યો. નાચગાન કરતા આ અફ્રિકી લોકોએ કહ્યું કે પહેલી વખત વોટિંગ કરવા જઈ રહ્યા છીએ એટલે ઉત્સવ તો બને છે.

વર્ષોથી અહીં રહેવાસ છતાં આ વખતે વધુ ખુશી મળી

સિદ્ધિ આદિવાસી સમુદાયથી આવનાર જંબૂર ગામના વરિષ્ઠ નાગરિક રહેમાને કહ્યું, આ એક મોટા સન્માન અને ખુશીની વાત છે કે ચુંટણી આયોગે અમારા માટે મતદાન ખાતર એક વિશેષ બુથ બનાવ્યું છે. અમે વર્ષોથી આ ગામમાં રહી રહ્યા છે. પરંતુ પહેલી વાર કંઈક આવું થઇ રહ્યું છે જેમાં અમને ખૂબ વધારે ખુશી મળી છે. અમારા પૂર્વજ આફ્રિકાથી છે અને અમે ઘણા વર્ષો પહેલા ભારત આવ્યા હતા. જ્યારે જુનાગઢમાં કિલ્લો બની રહ્યો હતો, ત્યારે અમારા પૂર્વજ અહિયાં કામ કરવા આવ્યા હતા. પહેલા અમે રતનપુર ગામમાં વસ્યા અને પછી ધીમે-ધીમે આ ગામમાં આવી ગયા. 

સમુદાયનો યુવાન લડી રહ્યો છે ચુંટણી

રહેમાને એ પણ જણાવ્યું કે અમારા પૂર્વજ આફ્રિકાથી હોવા છતાં અમે ભારત અને ગુજરાતની પરંપરાનું પાલન કરીએ છીએ. ત્યાં તલાલા સીટથી સ્વતંત્ર ચુંટણી લડનાર અબ્દુલ મગુજે કહ્યું કે ક્ષેત્રમાં સ્થાનિક સમુદાય પીડિત છે. અમારું ગામ 2 નદીઓની વચ્ચે સ્થિત છે જ્યાં બધા એક સાથે રહીએ છીએ. હું અહિયાં ત્રીજી વાર ચુંટણી લડી રહ્યો છું. અમે ઈચ્છીએ છીએ કે અમે પણ વિધાનસભા જઈએ. અમને અધિકાર મળે જેથી અમે વધારે સારું કામ કરી શકીએ.

સરકારથી ખુશ છે લોકો

અબ્દુલે જણાવ્યું કે અમારા વિસ્તારને ભારતનું આફ્રિકા કહેવામાં આવે છે. અમે સિદ્ધિ આદિવાસી સમુદાય તરીકે જાણીતા છીએ. સરકાર આદિવાસીઓને મદદ કરતી રહે છે, તેમાં કોઈ સમસ્યા નથી, પરંતુ અમારા સ્થાનિક સમુદાયને અહિયાં ભોગવવું પડે છે, અમને એટલી સુવિધા નથી મળતી.  ખેતી આ સમુદાયનો મુખ્ય વ્યવસાય છે. ખેતી સિવાય, આ સમુદાયના લોકો સ્થાનિક જસ સિદ્ધિ આદિવાસી નુત્ય કરે છે. જ્યાં પણ પર્યટક આવે છે ત્યાં આ લોકો તેમનો કાર્યક્રમ રજૂ કરે છે. અહિયાના કેટલાંક યુવાન રેપર બનીને ધમાલ મચાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે આવું કરવાથી તેમની સારી એવી કમાણી થઈ જાય છે.  આફ્રીકી મૂળના લોકો અહિયાં ક્યારે આવ્યા તેનું કોઈ ચોક્કસ પ્રમાણ નથી. સ્થાનિક લોકોનું કહેવું છે કે ગુજરાતમાં વિતેલા 200 વર્ષોથી આફ્રીકી મૂળના લોકો રહી રહ્યા છે. હકીકતમાં આ ગામનો નજારો જોઈને ભારતમાં મિની આફ્રિકાની ઝલક જોવા મળશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

હિટલર પર વિજયની 80મી જયંતિની ઉજવણી વચ્ચે પુતિન ન્યુક્લિયર સૂટકેસ સાથે દેખાતા અનેક અટકળો

Padma Patel

Adani row/ વીમા પોલીસી ધારકોને ધ્રાસકો, હવે LIC પોલીસી ધારકોના રૂ.૫૫.૦૫૦ કરોડ ધોવાઇ ગયા

Padma Patel

Assamમાં કિશોરી સાથે પરણનારા સામે પોક્સો : 2 હજારની ધરપકડ

Padma Patel
GSTV