GSTV
Gujarat Government Advertisement

જમાલપુર-ખાડિયાના કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ રાજીનામું પાછું ખેંચ્યુ, પાર્ટીનાં આશ્વાસન બાદ નિર્ણય બદલાયો

Last Updated on February 9, 2021 by Mansi Patel

અમદાવાદના જમાલપુર-ખાડિયાના કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ રાજીનામું પરત ખેંચી લીધું છે. ઇમરાન ખેડાવાલાએ કોંગ્રેસની બેઠકમાં નિરીક્ષક તામ્રધ્વજ સાહુ, પ્રભારી રાજીવ સાતવ, અમિત ચાવડા અને ધાનાણી સાથે મુલાકાત કરી. જે બાદ તેમણે રાજીનામું પરત ખેંચવાની જાહેરાત કરી. ઇમરાન ખેડવાલાએ જણાવ્યું કે પાર્ટીના હિતમાં મેં રાજીનામું પરત ખેંચવાનો નિર્ણય કર્યો છે. ટિકીટની વહેંચણીને લઇને મને મનદુઃખ જરૂર થયું છે પરંતુ પાર્ટીએ આપેલા આશ્વાસનથી મને સંતોષ છે. ઇમરાન ખેડવાલાએ જણાવ્યું કે કોંગ્રેસના તમામ ઉમેદવારોને મારું સમર્થન છે. બહેરામપુરામાં કોંગ્રેસની પુરી ટીમ લડશે. અમે સૌ સાથે મળીને ભાજપને હરાવવા માટે પ્રયત્ન કરીશું.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

મોટા સમાચાર: હાલની સ્થિતિમાં રથયાત્રાનું આયોજન યોગ્ય નથી, મેડિકલ એસોસિએશને આપી દીધી આ ચેતવણી

Pravin Makwana

12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે કામની વાત: એકેડમિક કેલેન્ડરમાં મોટા પાયે ફેરબદલ થશે, આ વર્ષે પણ શૈક્ષણિક વર્ષ ખોરવાશે

Pravin Makwana

કોરોનાના ઘટતા કેસો વચ્ચે મ્યુકોરમાઇકોસિસનો કહેર યથાવત, સિવિલમાં વધુ એક દર્દીનું મોત અને 4 નવા કેસ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!