GSTV
Home » News » PM મોદીની શીખામણ છતાં ભાજપ નેતા વિનય કટિયાર જામા મસ્જીદ અને તાજમહેલ અંગે આવું બોલ્યા

PM મોદીની શીખામણ છતાં ભાજપ નેતા વિનય કટિયાર જામા મસ્જીદ અને તાજમહેલ અંગે આવું બોલ્યા

PM મોદી જ્યારે ભાજપનાં સંસદિય દળનાં નેતા તરીકે ચૂંટાઇ આવ્યા ત્યારે જ તેમણે પોતાનાં ભાષણમાં પોતાની સરકારનાં મંત્રીઓ અને સાંસદોને કડક ચેતવણી આપી હતી કે બડબોલ વચનોથી બચજો. જો કે ભાજપનાં સાંસદો પોતાનાં જ નેતાને ગણકારતા ન હોય તેમ બોલવામાં કોઇ પાછી પાની કરતા નથી. તાજેતરમાં જ આવો એક મામલો સામે આવ્યો છે.

ભાજપના નેતા વિનય કટિયારે કહ્યું કે ‘મુઘલ શાસકોના સમયમાં 6000 સ્થાનોને તોડવામાં આવ્યાં. દિલ્હીની જામા મસ્જિદનું નામ પહેલા “જમુના દેવી મંદિર” હતું, એ જ પ્રકારે તાજમહેલનું નામ પહેલા “તેજો મહાલય” હતું.’ ઉલ્લેખનીય છે કે કપિલ સિબ્બલે કોર્ટમાં દલીલ કરી હતી કે 2014ના ચૂંટણી સંકલ્પ પત્રમાં ભાજપે અયોધ્યામાં રામમંદિર બનાવવાનું વચન આપ્યું હતું. આવા સંજોગોમાં આ મુદ્દે સુનાવણીથી દેશ પર વ્યાપક અસર પડી શકે છે. જેને લઈને લોકલાગણીને ધ્યાનમાં રાખીને ખુબ જ સંવેદનશીલ એવા આ મુદ્દા પર જુલાઈ 2019થી પહેલા સુનાવણી થવી જોઈએ નહી. જો કે કોર્ટે તેમના આ તર્કને સ્વીકાર્યો નહીં અને કહ્યું કે 8 ફેબ્રુઆરી 2018થી સતત સુનાવણી હાથ ધરાશે.

ત્યારબાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે થઈ રહેલા ચૂંટણી પ્રચારમાં પણ પીએમ મોદીએ અયોધ્યા મુદ્દે મંગળવારે કપિલ સિબ્બલની દલીલ પર સવાલ ઉઠાવ્યાં હતાં. તેમણે કહ્યું કે આખરે કપિલ સિબ્બલ કયા આધારે કહી શકે છે કે વર્ષ 2019ની આગામી લોકસભાની ચૂંટણી બાદ સુનાવણી થઈ જોઈએ. તેમણે કહ્યું કે કપિલ સિબ્બલ મુસ્લિમ સમુદાય તરફથી કેસ લડી રહ્યાં છે, તેમને આમ કરવાનો હક છે પરંતુ તેઓ એમ કેવી રીતે કહી શકે કે આગામી ચૂંટણી પહેલા તેનું સમાધાન શોધી શકાશે નહીં? આ મુદ્દો આખરે કઈ રીતે લોકસભા ચૂંટણી સાથે જોડાયેલો છે?

મારી આસ્થા ભગવાન રામમાં છે

કોંગ્રેસ નેતા અને જાણીતા વકીલ કપિલ સિબ્બલ ગઇકાલે સાંજે બાબરી મસ્જિદ અને રામ મંદિર વિવાદ મામલે ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી સતત થઈ રહેલા હુમલાઓ વચ્ચે કપિલ સિબ્બલે ચૂપ્પી તોડી જવાબ આપ્યો. મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે વડાપ્રધાન અને ભાજપના લોકોએ  તેમના પર પ્રહારો કરતા પહેલા તથ્યોની ચકાસણી કરવી જોઈતી હતી. તેમને ખબર હોવી જોઈએ કે તેઓ સુપ્રીમ કોર્ટમાં સુન્ની વક્ફ બોર્ડના વકીલ નથી. તેમણે વક્ફ બોર્ડના વકીલ તરીકે બાબરી મસ્જિદ અને રામ મંદિર વિવાદ મામલે સુનાવણી 2019 બાદ કરવાની માગણી નહોતી કરી.

કપિલ સિબ્બલને જ્યારે પૂછવામાં આવ્યું કે શું તેઓ ઈચ્છતા નથી કે અયોધ્યામાં રામ મંદિર બને? તેના જવાબમાં તેમણે કહ્યું કે અયોધ્યામાં ભાજપ કે પીએમ મોદી રામ મંદિર નહીં બનાવી શકે. ભગવાન રામ જ્યારે ઈચ્છશે ત્યારે જ અયોધ્યામાં રામ મંદિર બનશે. મારી આસ્થા ભગવાન રામમાં છે.

READ ALSO

Related posts

‘કોના કહેવાથી આવ્યા છો?’ વિપક્ષ નેતા બદલવાની માગ લઈ ગયેલા કોંગ્રેસીઓ પર રાજીવ સાતવ ભડક્યા

Mayur

લો બોલો! ચોરોથી ATM તૂટ્યું નહી તો રસ્તે રઝળતું મૂકીને નાસી છૂટ્યાં, પોલીસને પણ છૂટ્યો પરસેવો

pratik shah

વિશ્વમાં કુલ 2817 લોકો પાસે એક અબજથી વધારેની સંપત્તિ, મુકેશ અંબાણી ટોપ ટેનમાં

Mayur
Do NOT follow this link or you will be banned from the site!