GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

જામ ખંભાળિયામાં આભ ફાટ્યું : બે કલાકમાં 12 ઈંચ, દ્વારકા જિલ્લામાં ચોવીસ કલાકમાં 18 ઈંચ વરસાદ

દેવભુમિ દ્વારકાના જામ ખંભાળિયામાં આભ ફાટ્યું. જામખંભાળિયામાં સાંજે છથી આઠ વાગ્યા સુધીમાં બે કલાકમાં 12 ઈંચ જેટલો અધધ વરસાદ થયો. સમગ્ર ખંભાળિયામાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. તો સમગ્ર દ્વારકા જિલ્લામાં ચોવીસ કલાકમાં 18 ઈંચ જેટલો વરસાદ થયો. જામ ખંભાળિયામાં અતિભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે. જામ ખંભાળીયામાં સવારથી શરૂ થયેલા વરસાદે સાંજે રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું.

જામ ખંભાળીયા તેમજ આસપાસના ગ્રામીણ વિસ્તારમાં મુશળધાર વરસાદ ખાબક્યો. જેના કારણે જામ ખંભાળિયાના મુખ્ય માર્ગોમાં પાણી ભરાયા. તો નીચાણવાળા વિસ્તારના ઘરોમાં પણ પાણી ભરાવાની સમસ્યા સર્જાઇ. હવામાન વિભાગની આગાહીના પગલે દ્વારકા જિલ્લાના તમામ બંદરો પર 3 નંબર નું સિગ્નલ લગાવાયું. તરફ કલ્યાણપુરના ગ્રામ્ય વિસ્તારોમાં ચાર ઇંચ જેટલો ભારે વરસાદ પડ્યો છે. તો દરિયાઈ પટ્ટીમાં વાવાજોડાની આગાહી કરવામાં આવતા એનડીઆરએફની ટીમ બોલાવવામાં આવી છે દેવભૂમિ દ્વારકા જીલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજાએ મન મૂકીને વરસી રહ્યા છે. નવાપરા વિસ્તારમાં ચમારવાસમાં અનેક ઘરમાં વરસાદ પાણી ઘુસી ગયું હતું.

સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘો મહેરબાન

સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘો મહેરબાન બન્યો છે. ત્યારે સૌરાષ્ટ્રના વિવિધ પંથકમાં આવેલી નાની-મોટી નદીમાં નવા નીરની આવક થઈ. અને નાના વહેણ જેવી નદીઓમાં તો પૂર જેવા ધમસમતા પાણી પણ જોવા મળ્યા હતા. વાત કરીએ ગીર પંથકની તો ઉપરવાસમાં પડેલા સારા વરસાદના કારણે ગીર ગઢડાના હરમતિયા ગામ પાસેની સાંગાવાડી નદીમાં પુરની સ્થિતિ જોવા મળી. તો આ તરફ અમરેલીના ચાંદગઢ, લાપાળીયા, ગોખરવાળામાં ધોધમાર વરસાદ ખાબક્યો.

ભારે વરસાદના પગલે ચાંદગઢની સફરા નદીમા પુર આવ્યું. ભારે વરસાદને પગલે ઉના તાલુકાની મચ્છુ નદીમાં નવા નીર આવ્યા. નદીમાં નવા નીર આવતા શહેરીજનોએ નીરને વધાવ્યા. ગોંડલના વાસાવડ ગામે સારા વરસાદને લઈને વાસાવડી નદી બે કાંઠે વહેતી થઇ હતી. તો ખેડૂતોમાં પણ આનંદની લાગણી જોવા મળી હતી. જુનાગઢ જીલ્લાના માળિયા હાટીના તાલુકાના ગડુ શેરબાગ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં 24 કલાકમાં 4 ઈંચ જેટલો વરસાદ પડ્યો. છે. મોટી મેઘલ નદીમાં નવા નીર આવ્યા અને નદીમાં પૂર આવ્યું હતું.

READ ALSO

Related posts

શહેરમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા, વ્યંઢળ સાથે મિત્રતા કેળવી સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરી લાખોની ચલાવી લૂંટ

pratik shah

કોરાનાને રોકવાની બેઠકમાં નેતાની બગડી તબિયત : મેડિકલ ટીમ પહોંચી, ફફડી ગયા બેઠકમાં હાજર અધિકારીઓ

pratik shah

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી થયા કોરોના સંક્રમિત, TWEET કરીને જાતે જ આપી માહિતી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!