મલયાલમ ફિલ્મ જલ્લિકટ્ટુને 93મા ઓસ્કાર એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવી છે. ભારત માટે આ મોટી સિદ્ધિ છે. જલ્લિકટ્ટુને બેસ્ટ ઇન્ટરનેશનલ ફિચર ફિલ્મની કેટેગરી માટે નોમિનેટ કરવામાં આવી છે. આ ફિલ્મમાં એન્થની વર્ગીસ, ચેમ્બન વિનોદ જોઝ, એસ. બાલાચંદ્રન જેવા કલાકારોએ મુખ્ય ભૂમિકા ભજવી હતી.

મલયાલમ ફિલ્મ જલ્લિકટ્ટુ માનવ અને જાનવરો વચ્ચે લાગણીઓને સુંદર રીતે દર્શાવવામાં સફળ ફિલ્મ રહી હતી. જોકે ઓસ્કાર માટે નોમિનેટની લાઇનમાં અન્ય ભારતીય ફિલ્મો પણ સામેલ છે જેમાં શકુંતલા દેવી, શિકારા, ગુંજન સક્સેના, ભોંસલે, ગુલાબો સિતાબો, સિરિયસ મેન, બુલબુલ, કામયાબ, ધ પિન્ક સ્કાયનો સમાવેશ થાય છે.


2019માં કેનેડાના ટોરોન્ટો ઇન્ટરનેશન ફિલ્મ ફેસ્ટિવલમા જલ્લિકટ્ટુનો પ્રિમિયર શો યોજાયો હતો, જ્યાં ફિલ્મને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. આ સાથે ફિલ્મ ડાયરેક્ટર પેલ્લિસરીએ 50મા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયામાં બેસ્ટ ડાયરેક્ટરની ટ્રોફી જીતી હતી.
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ઝોયા અખ્તરની ફિલ્મ ગલી બોયને ઓસ્કાર માટે મોકલવામાં આવી હતી.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- નવી શોધ/ કોરોના વાઈરસ ઈન્ફેક્શનથી બચવા આ વસ્તુનો થઈ શકે છે ઉપયોગ, ગુજરાતમાં પીવા પર છે પ્રતિબંધ
- ખેડબ્રહ્માના કોંગી ધારાસભ્યની અટકાયત થતા રોષ, આદિવાસી સમાજે આપી હાઇવે બ્લોક કરવાની ચીમકી
- IND vs AUS: મેચના ચોથા દિવસે જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજ આમ મળ્યા ગળે, જાણો શું હતું કારણ…
- ગઢમાં પાડશે ગાબડું/ મમતાને 50 હજાર વોટથી ના હરાવીશ તો કાયમ માટે રાજનીતિ છોડી દઈશ, શુભેંદુએ પણ ફેંક્યો લલકાર
- ગુજરાત યુનિવર્સીટી ફરી વિવાદમાં, સિન્ડિકેટ સભ્યની નિમણુંકને લઈને ઉઠ્યા સવાલો