GSTV

જૈસી કરની વૈસી ભરની/ મંચ પરથી નેતાજી બોલ્યા કોને ક્યારે પાડવાના છે જનતા જાણે છે, ત્યાં જ નેતાજી પણ મંચ પરથી ધડામ કરતા નીચે આવ્યા

બિહારમાં વિધાનસભાની ચૂંટણી માટે બીજા તબક્કાના મતદાન માટે નેતાઓ પ્રચારમાં લાગી ગયા છે. ત્યારે આ પ્રચારમાં નેતાઓની અવનવી વાણીનો પણ જનતા પર મારો થઈ રહ્યો છે. આવા જ પ્રકારનો એક નજારો હાલમાં જોવા મળ્યો છે. જ્યાં દરભંગામાં વિધાનસભાની સીટ પર કોંગ્રેસના ઉમેદવાર જ્યારે મંચ પર ભાષણ આપી રહ્યા હતા, ત્યારે ન ઘટવાની ઘટના બની ગઈ હતી, તેમણે અહીં ભાષણ આપતા જણાવ્યુ હતું કે, લોકતંત્રમાં જનતા બધુ જાણે છે, કોને ક્યારે ઉઠાવાના છે અને ક્યારે પાડવાના છે. બરાબર આજ સમયે તેમનો જ મંચ ધડામ કરતા નીચે પડ્યો હતો. અને નેતાજી ઢળી પડ્યા હતા.

જાલે વિધાનસભા વિસ્તારના કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના વિદ્યાર્થી નેતા અધ્યક્ષ મશકૂર ઉસ્માનીને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. મશકૂર પોતાના મતક્ષેત્રમાં મત માગવા માટે ગયા હતા. આ દરમિયાન જાહેર સભામાં તેઓ ભાષણ આપી રહ્યા હતા. જ્યારે મંચ પરથી તેઓ બોલી રહ્યા હતા, આજ સમયે નેતાજીનો મંચ પડી ગયો હતો અને નેતાજી ખુદ નીચે આવી ગયા હતા.

READ ALSO

Related posts

આણંદ તાલુકાના આ ગામની શાળાના 6-7 વર્ગને મર્જ કરવાનો નિર્ણય કરવામાં આવતા લોકોએ કરી તાળાબંધી

Nilesh Jethva

હળવદના દેવીપુરમાં કોરોનાના 35 કેસ નોંધાતા તંત્રમાં મચી દોડધામ

Nilesh Jethva

તાલાલા ગીરના આદિવાસી યુવાને અરુણાચલ પ્રદેશની સરહદે શહીદી વહોરી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!