GSTV
Home » News » કરો જલ્સા જ જલ્સા: આવી ગયું પતંજલિ 5G સિમ, એક દિવસનો એક રૂપિયો અને અઢળક સુવિધા

કરો જલ્સા જ જલ્સા: આવી ગયું પતંજલિ 5G સિમ, એક દિવસનો એક રૂપિયો અને અઢળક સુવિધા

જીયોનાં આવ્યાં પછી લગભગ બધી ટેલિકોમ કંપનીઓ એક પછી એક મોટો ધમાકો કરી રહી છે, દેશભરમાં ગ્રાહકોને ઘણી બધી સુવિધાઓ મફત અને સસ્તી કિંમતે મળી રહી છે અને ઝડપી આકર્ષી રહી છે. આ બધાની વચ્ચે દેશની નવી કંપની પતંજલિએ પણ આ ટેલિકોમ જગતમાં પગ મુકી દીધો છે. જીયો અને બાકી ટેલિકોમ કંપનીઓની જેમ જ પતંજલિએ પણ 365 દિવસનો પ્લાન લોન્ચ કર્યો છે.

ખોરાક અને બાકીની ઘરની વસ્તુઓનું ઉત્પાદન કરનાર ભારતીય કંપની પતંજલિએ દેશની ખાનગી ટેલિકોમ નેટવર્ક કંપની બીએસએનએલ સાથે હાથ મિલાવીને નવુ સિમ લોન્ચ કર્યું છે અને જેનુ નામ પતંજલિ સિમ છે.

દેશમાં ટેલિકોમ સેક્ટરમાં ઝડપથી વધતી સ્પર્ધામાં જોવા મળે છે કે પતંજલિએ બજારમાં પોતાની જગ્યા બનાવવા માટે 365 દિવસ વાળો પ્લાન શરૂ કર્યો છે.જેમાં ગ્રાહકોને એક દિવસમાં 2GB ડેટા અને અનલિમિડેટ કોલ મળશે. સાથે સાથે 100 ટેક્સ મેસેજ પણ ફ્રીમાં કરી શકાશે. આ યોજનાની વેલીડિટી 365 દિવસ માટે છે જેમાં બધી સેવા અનલિમિટેડ મળશે અને મોટી વાત એ છે કે આ યોજના માટે ગ્રાહકોને 365 રૂપિયા જ ચૂકવવા પડશે.

READ ALSO

Related posts

UP પોલીસે માત્ર સલામી આપવા માટે જ વપરાતી બ્રિટિશકાળની આ રાઈફલની કરાઈ વિદાય

Mansi Patel

બેન્કો સાથે છેતરપિંડીનો સિલસિલો યથાવત્, દેશની અર્બન કો-ઓપરેટિવ બેન્કોએ પાંચ વર્ષમાં રૂ. 220 કરોડ ગુમાવ્યા

Bansari

એર ઇન્ડિયાનો ૧૦૦ ટકા હિસ્સો વેચશે સરકાર : બોલીમાં ભાગ લેવા ૧૭ માર્ચ સુધી અરજી કરી શકાશે

Bansari
Do NOT follow this link or you will be banned from the site!