GSTV

ઘરમાં 9 મત હોવા છતાં મળ્યા માત્ર 5 મત, અપક્ષ ઉમેદવાર મતદાન મથકમાં જ રડવા લાગ્યા

Last Updated on May 25, 2019 by Karan

લોકસભા ચૂંટણીના પરીણામો આવી ગયા છે અને ભાજપે ઐતિહાસિક રીતે ચૂંટણી જીતવામાં સફળ રહી છે અત્યારે મોટા ભાગની જગ્યાએ ભાજપની જીત ચર્ચામાં છે ત્યારે પંજાબના જલંધરના એક મતગણતરી કેન્દ્રમાં એક વ્યક્તિ અગલ કારણથી ચર્ચામાં છે. શટર બનાવવાનો વ્યવસાય કરનાર નીતૂ શટરાંવલા ગુરૂવારે કાઉંન્ટિંગ સેન્ટરની બહાર ચોધાર આંસુઓ સાથે નિકળ્યા હતા. તેનું કારણ તેની હાર નહોતી પરંતુ નીતૂના ઘરમાં 9 મત છે અને તેને માત્ર 5 મત મળ્યા હતા. જેના કારણે તે ઉમેદવાર કાઉંન્ટિંગ સેન્ટરની બહાર રોતા-રોતા નીકળ્યો હતો. આ મુદ્દામાં ચૂંટણી પંચથી જોડાયેલ અધિકારીઓ પાસેથી પણ નીતૂને સંતોષકારક જવાબ મળ્યો નહોતો.

પરિવારના 9 મત માંથી તેને માત્ર 5 મત મળ્યા છે

સમગ્ર બાબત વિશે વાત કરતા નીતૂએ જણાવ્યું કે, હું એક મહિનાથી મારી દુકાનથી દુર રહી લોકો વચ્ચે જઇને તેમનું કામ કર્યું તો પણ મને મત ન મળ્યા. નીતૂને આધાત તો ત્યારે લાગ્યો જ્યારે એમને ખ્યાલ આવ્યો કે, તેના પરિવારના 9 મત માંથી તેને માત્ર 5 મત મળ્યા છે અને બીજા 4 મત ક્યાં અને કોને અપાયા તેના વિશે કોઈ માહતી નીતૂ પાસે નહોતી. નીતૂએ કહ્યું કે, આ દેખીતી બેઈમાની છે. રાહુલ ગાંધી, નરેન્દ્ર મોદી કે કોઈ બીજા નેતા બધા લોકો ચોર છે. હવે હું ક્યારેય ચૂંટણી નહીં લડું.

નીતૂ કાઉન્ટિંગ સેન્ટરમાં જ રોવા લાગ્યા હતા

નીતૂ કાઉન્ટિંગ સેન્ટરમાં જ રોવા લાગ્યા હતા અને લોકોએ તેમનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયીમાં વાયરલ કરી દિધો અને એ વીડિયો લાખો લોકોએ જોઈ પણ લીધો હતો. પરંતુ પછી ખબર પડી કે નીતૂએ હાર્યા પહેલા હાર માની લીધી હતી. દિવસના અંતે તેને 856 મત મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, નીતૂ પહેલા પણ મોબાઈલ ફોનને નકલી બોમ જોડે જોડ્યો હતો ત્યારે ચર્ચામાં આવ્યા હતા અને તે સમયે મીડિયાની હાજરી જોઈને એમણે લોકસભા ચૂંટણી લડવાનું વિચાર્યું હતું.

Related posts

ગજબ / મુંબઈથી પ્રયાગરાજ જતી ટ્રેનમાં રાખેલી શબપેટીમાંથી મૃતદેહ ગાયબ

Damini Patel

દુર્ઘટના/ મુંબઇના બાંદ્રા-કુર્લામાં નિર્માણાધીન પુલ તૂટી પડ્યો, 13 મજૂરો ઘાયલ, રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ

Bansari

પરીક્ષાનો ભય/ ‘નીટ’ના હાઉથી ચાર દિવસમાં ત્રણ વિદ્યાર્થીઓની આત્મહત્યા, રાજ્યમાં પરીક્ષાનો વિરોધ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!