GSTV
Home » News » ‘હર ઘર નલ કા જલ’: એક રૂપિયા ટોકનદરે દરેક ઘરને પાણી આપવાની કેન્દ્રની યોજના

‘હર ઘર નલ કા જલ’: એક રૂપિયા ટોકનદરે દરેક ઘરને પાણી આપવાની કેન્દ્રની યોજના

કેન્દ્રની મોદી સરકાર બિહારની નીતિશ કુમારનાં પગલે ચાલી રહિ હોય તેવું લાગી રહ્યું છે. બિહારનાં સીએમ નીતિશ કુમારનાં સાત નિર્ણયોમાં સામેલ ‘હર ઘર નલ કા જલ’ યોજનાની તર્જ પર જ કેન્દ્ર સરકાર નવો પ્રસ્તાવ લાવવા માટે વિચારી રહિ છે. કેન્દ્ર સરકારનાં જળશક્તિ મંત્રાલય દ્વારા સોમવારે સત્તાવાર રીતે આ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. જે અંતર્ગત વિચાર કરવામાં આવ્યો છે કે, નળ દ્વારા પાણી મેળવતા લોકો માટે ટોકન દરે ચાર્જ વસુલ કરવામાં આવે.

સૂત્રો દ્વારા મળેલી માહિતી પ્રમાણે, પાણી વિતરણમાં નફો સૌથી ઉપર રાખવામાં આવે છે. તેથી કેન્દ્ર અને રાજ્ય સરકાર વપરાશકારો પાસેથી અમુક શુલ્ક વસુલ કરશે. હકિકતે નીતિ આયોગની બેઠકમાં મોદી સરકારે પોતાનાં બીજા કાર્યકાળમાં આવતા પાંચ વર્ષ માટે દેશનાં પ્રત્યેક ઘરમાં પાઇપલાઇનનાં માધ્યમથી પાણી પહોંચાડવાની કામગીરીને પ્રાથમિકતા આપવાનો સંકેત આપ્યો છે. તે માટે જળસંસાધન મંત્રાલયનું નામ બદલીને તેને જળશક્તિ મંત્રાલય કરી દેવામાં આવ્યું છે.

આ યોજનાને લાગુ કરવા માટે કેન્દ્ર સરકાર બિહાર મોડેલ અપનાવે તેવી વિગતો સાંપડી રહિ છે. એક અધિકારીએ માહિતી આપતા જણાંવ્યું કે, બિહાર મોડેલમાં પાણી વિતરણનાં બદલે લોકો દરરોજ એક રૂપિયા એટલે કો દર મહિને 30 રૂપિયાની ચુકવણી કરે છે. પાણીની ઘટને પહોંચા વળવાની આ યોજનામાં ગ્રામ પંચાયતનાં એક વોર્ડને બેઝીક યુનિટ ગણવામાં આવે છે. જેમાં 100 ઘરનો સમાવેશ કરવામાં આવે છે. આ યોજના માટે પાણીનો સ્ત્રોત ભૂગર્ભ જળ હોય છે. જે બિહારમાં ભારે માત્રામાં ઉપલબ્ધ છે.

READ ALSO

Related posts

ત્રિપલ તલાકના કાયદા પ્રમાણે ગુજરાતના આ શહેરમાં નોંધાઈ પહેલી પોલીસ ફરિયાદ

Path Shah

ફુટબોલને અલવિદા કહી શકે છે આ દિગ્ગજ ખેલાડી, સંન્યાસની અટકળો વચ્ચે આપ્યું મોટું નિવેદન

Path Shah

પાકિસ્તાને સુંદરબનીમાં ફરી કર્યુ સીજફાયરનું ઉલ્લંઘન, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!