GSTV
ગુજરાત ટોપ સ્ટોરી

જળ આંદોલન! બનાસકાંઠાના 125 ગામડાઓના 25 હજાર ખેડૂતોની મહારેલી, પાણીની માંગણીને સરકારના કાન સુધી પહોંચાડશે

 ગુજરાત રાજ્યમાં કાળઝાળ ગરમી વરસી રહી છે. કાળઝાળ ગરમીમાં ઘણા સ્થળોએ પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે. રાજ્યના બનાસકાંઠામાં ઉનાળા દરમ્યાન પાણીને લઇને ભારે વિકટ સ્થિતિ સર્જાઇ છે. ત્યારે હવે બનાસકાંઠાના ખેડૂતોએ પાણી મુદ્દે મહાઆંદોલનના મંડાણ કર્યા છે. સરકાર સામે બાંયો ચડાવી છે.

ગરમી

ખેડૂતો દ્વારા જળ આંદોલન અંતર્ગત મહારેલી યોજાશે

બનાસકાંઠાના ખેડૂતો દ્વારા જળ આંદોલન અંતર્ગત મહારેલી યોજાશે. આ રેલીમાં 125 ગામડાઓના અંદાજે 25 હજાર જેટલા ખેડૂતો સામેલ થવાની શક્યતા છે. ખેડૂતો છેલ્લા 25 વર્ષથી કરમાવત તળાવ તેમજ મુક્તેશ્વર ડેમમાં નર્મદાનું પાણી આપવાની માંગ કરી રહ્યા છે.પરંતુ સરકાર દ્વારા તળાવ તેમજ ડેમમાં પાણી પુરૂ પાડવામાં ન આવતા આખરે ખેડૂતોએ બાંયો ચડાવી છે.પોતાની માંગને બુલંદ કરવા ખેડૂતો મહારેલી યોજશે.

પાણીની માંગણીને સરકારના કાન સુધી પહોંચાડશે


અંદાજે 25 હજારથી વધુ ખેડૂતો એકત્ર થઇ પાણીની માંગણીને સરકારના કાન સુધી પહોંચાડશે. ખેડૂતોના જળ આંદોલનને પાલનપુર માર્કેટ યાર્ડ એગ્રો એસોસિએશોન, વડગામ કાપડ બજાર વેપારી, હાર્ડવેરના વેપારી, સ્ટેમ્પ વેન્ડર સહિતનાં વેપારીઓએ પણ સમર્થન આપ્યું છે. જે અંતર્ગત આજે તમામ વેપારીઓ પોતાના પોતાના ધંધા-રોજગાર બંધ રાખશે.

READ ALSO

Related posts

રથયાત્રા બાદ આઈએએસ અધિકારીઓની વ્યાપક બદલી, 14 અધિકારીઓની બદલી કરવી ફરજિયાત

Zainul Ansari

દિલ તો બચ્ચા હૈ જી / મંત્રીઓને બાળપણ યાદ આવ્યું, શિક્ષણમંત્રી અને ગૃહરાજ્યમંત્રી હીંચકે હિચક્યા

Zainul Ansari

મહારાષ્ટ્ર મહા સંકટ / સુપ્રીમ કોર્ટમાંથી બળવાખોર ધારાસભ્યોને મળી મોટી રાહત, ડિપ્ટી સ્પીકરને ફટકારી નોટિસ

Zainul Ansari
GSTV