GSTV

ઝાકીર મૂસા બાદ આતંકનું નવું સરનામું બનેલા હામિદ લોનનું ઈન્ડિયન આર્મીએ ઢીમ ઢાળી દીધું

ભારતીય સેનાને મોટી સફળતા મળતા ઝાકિર મુસા બાદ અલકાયદા સાથે જોડાયેલા સંગઠન અંસાર ગજવત ઉલ હિંદને સંભાળનારા આતંકી હામિદ લલહારી લોનનું પણ ઢીમ ઢાળી દેવામાં આવ્યું છે. ઓપરેશન ઓલઆઉટ મુજબ કોઈ પણ આતંકી ચર્ચામાં હોય તેને જલ્દી જ ખત્મ કરવાનો હોય છે. જેમાં સેનાની રડારમાં આતંકી હામિદ પણ હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર સેનાને મંગળવારે બપોરે પુલવામાના અવંતિપોરામાં કેટલાક આતંકીઓની હલચલની જાણ મળી હતી. જે પછી તાત્કાલિક સેનાની રાષ્ટ્રીય રાઈફલ્સ, જમ્મુ કાશ્મીર પોલીસની એસઓજી અને સીઆરપીએફની ટીમો ત્યાં પહોંચી ગઈ હતી. આ વિસ્તારમાં બંદોબસ્ત ઉપરાંત રાજપુરા ગામના એન્ટ્રી ગામમાં પોંઈન્ટ્સને સીલ કરી દેવામાં આવ્યા હતા. જે પછી આતંકીઓ અને સેના વચ્ચેના ઘર્ષણમાં હામિદ સહિતના બે આતંકીઓનો સફાયો બોલી ગયો હતો.

આ વર્ષના જૂનમાં જ થયો હતો સામેલ

જમ્મુ કાશ્મીરના અવંતિપોરામાં મંગળવારે થયેલા એન્કાઊન્ટરમાં સુરક્ષાબળોને મોટી સફળતા હાથ લાગતા જાકિર મુસા બાદના હામિદ લલહારી ઉર્ફ લોનને એન્કાઊન્ટરમાં ઠાર મારવામાં આવ્યો છે. જૂનમાં હામિદને આતંકી સંગઠન અંસાર ગજવત ઉલ હિંદનો નવો કમાન્ડર બનાવવામાં આવ્યો હતો. મંગળવારે થયેલા એન્કાઊન્ટરમાં ત્રણ આતંકીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. જેમાં હામિદ લોનની સાથે નવીદ તક અને જુનૈદ ભટ પણ સામેલ હતો.

જાકિર મૂસાના ઉત્તરાધિકારી તરીકે હતો હામિદ

પુલવામાં હુમલા બાદ આતંકી ગતિવિધિઓ સામે લાલ આંખ કરતા ભારતીય સૈન્યએ જાકિર મૂસાનું કાસળ કાઢી નાખ્યું હતું. જે પછી તેની જગ્યા તેના ઉતરાધિકારી તરીકે હામિદ લલહારીએ લીધી હતી. મૂસા જ્યારે આતંકી સંગઠનનો ચીફ હતો એવા સમયે હામિદે તેના સહયોગીની ભૂમિકા ભજવી હતી. મૂસાની મોત બાદ બોખલાઈ ઉઠેલા હામિદે સેના અને કાશ્મીરની જનતાને પરેશાન કરી રાખી હતી.

મૂસાની ગેંગ નેસ્તાનાબૂદ

મૂસાએ આતંક ફેલાવવાની જ્યારે શરૂઆત કરી ત્યારે તેની ગેંગમાં કુલ દસ આતંકીઓ હતા. હવે આ સંગઠનના તમામ આતંકીઓ નેસ્તાનાબૂદ થઈ ચૂક્યા છે. એક રીતે આ સંગઠનનો સફાયો બોલી ગયો છે. હામિદ લલહારી દક્ષિણ કાશ્મીરના ગામડામાં રહેતો હતો. 2017માં બુરહાન વાનીની મોત બાદ હામિદ આતંકની દુનિયામાં સામેલ થયો હતો.

ઘાટીમાં પોતાનો અડીંગો જમાવવા માગતો હતો

મૂસાની મોત બાદ હામિત ઘાટીમાં પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવા માગતો હતો. સ્થાનિક યુવાઓનું બ્રેનવોશ કરી તેમને સંગઠનમાં ભરતી કરતો હતો. આ સિવાય આતંકીઓ અને નવા બનાવવામાં આવેલા યુવા આતંકીઓને પણ બંદૂકથી લઈ બારૂદ સુધીની સુવિધાઓ આપતો હતો.

READ ALSO

Related posts

કોરોના: જ્યાં ઈસુને વધ:સ્થંભ પર ટાંગવામાં આવ્યા હતા તે ચર્ચને 700 વર્ષ બાદ બંધ કરાયું

Pravin Makwana

રોજ 8 અરબ ડોલરનું નુકશાન, શું 14 એપ્રિલ બાદ લોકડાઉન ખતમ કરશે સરકાર

Nilesh Jethva

માત્ર 5 મીનિટમાં જ ખબર પડી જશે કોરોના છે કે નહીં, અમેરિકાથી ભારતમાં આવી રહી છે ખાસ કિટ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!