GSTV
Home » News » જેટલી માનહાનિનો મામલો: HCએ કેજરીવાલ પર લાગાવ્યો રૂ.5000નો દંડ

જેટલી માનહાનિનો મામલો: HCએ કેજરીવાલ પર લાગાવ્યો રૂ.5000નો દંડ

નાણાપ્રધાન અરુણ જેટલીની માનહાની મામલે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને દિલ્હી હાઈકોર્ટે 5000 રૂપિયા દંડ કર્યો છે. દસ કરોડ રૂપિયાની માનહાનિની માગ કરી અરુણ જેટલીની નવી અરજી પર જવાબ દાખલ કરવા કેજરીવાલે મોડું કરતાં કોર્ટે તેમની પર આ દંડ ફટકાર્યો છે.

આ પહેલા 25 ઓગસ્ટે આ કેસની જલ્દી સુનાવણી માટે કોર્ટના આદેશ વિરુદ્ધ કેજરીવાલની અરજી હાઈકોર્ટે ફગાવી દીધી હતી. મહત્વનું છે કે અરુણ જેટલી દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ પર ડીડીસીએમાં અનિયમિતતાના આરોપને લઈને ખોટી જાણકારીઓ ફેલાવી હોવાનો આરોપ લગાવ્યો હતો.

2015માં અરૂણ જેટલીએ આમ આદમી પાર્ટીના કેટલાક મોટા નેતા અને અરવિંદ કેજરીવાલ પર માનહાનીનો કેસ કર્યો હતો.આ આરોપના જવાબમાં અરૂણ જેટલીએ અરવિંદ કેજરીવાલ પર 10 કરોડ રૂપિયાની માનહાનિનો કેસ કર્યો હતો.

 

Related posts

JNU કેસ: દેશદ્રોહની ધારા અંતર્ગત કેસ ચલાવવાની અનુમતી નહી, કોર્ટે દિલ્હી સરકાર પાસે માગ્યો રિપોર્ટ

Bansari

સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત કરવામાં આવેલા મધ્યસ્થીઓ શાહીનબાગ પહોંચ્યા, લોકો સાથે વાતચીતનો કર્યો આદેશ

Arohi

મોદી સરકારના ‘હોશિયાર’ મંત્રીને સુપ્રીમ કોર્ટનું તેડૂ, તેમની પાસે પ્રદૂષણ રોકવાના સારા સારા આઈડીયા હોય છે !

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!