GSTV
Home » News » પીઓકે એ ભારતનો જ હિસ્સો, મોદી સરકારે વિશ્વને આપ્યો સ્પષ્ટ જવાબ

પીઓકે એ ભારતનો જ હિસ્સો, મોદી સરકારે વિશ્વને આપ્યો સ્પષ્ટ જવાબ

પાકિસ્તાન પર આકરા પ્રહારો કરતા દેશનાં વિદેશ પ્રધાન એસ.જયશંકરે કહ્યુ કે, ભારત પહેલો સગો પાડોશીની નીતિને આગળ વધારી રહ્યુ છે, પરંતુ અમારી સામે એક પાડોશીનો કાઇક અલગ જ પડકાર છે. જેને સામાન્ય વ્યવહાર કરવા માટે અને સીમાપારનાં આતંકવાદ વિરૂદ્ધ લડવાની જરૂરીયાત છે.

મોદી સરકારનાં બીજા કાર્યકાળમાં વિદેશ મંત્રી તરીકે કાર્યરત થયા બાદ પહેલી વખત સંવાદદાતા સંમેલનને સંબોધિત કરતા જયશંકરે પોતાનાં મંત્રાલયનાં 100 દિવસનાં કામકાજની ઉપલબ્ધિઓ પણ ગણાવી હતી. તેમણે જણાંવ્યું કે આ સમયે સરકારની મહત્વપૂર્ણ ઉપલબ્ધિઓ રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશ નીતિનાં લક્ષ્ય વચ્ચે મજબૂત સંબંધ સ્થાપિત કરશે.

વિદેશ મંત્રીએ જણાંવ્યું કે, ‘ભારતનો અવાજ હવે વિશ્વમંચ પર વધુ સારી રીતે સાંભળવામાં આવી રહ્યો છે. પછી તે G-20 હોય કે જળવાયુ સંમેલન હોય.’ તેમણે કહ્યું કે સરકારનાં પહેલા 100 દિવસનાં કાર્યકાળમાં પહેલો સગો પાડોશીની નીતિને આગળ ધપાવવામાં આવી તેમજ ખાસ કરીને સંપર્ક અને વાણીજ્ય પર ભાર મુકવામાં આવ્યો. પ્રધાનમંત્રીઓ પાડોશમાં માલદીવ, શ્રીલંકા, ભતાન જેવા દેશોની યાત્રા કરી હતી.

વિદેશ મંત્રી જયશંકરે જણાંવ્યું કે તેઓ સ્વય ભૂતાન, બાંગ્લાદેશ અને માલદિવ્સ ગયા હતાં. આ પ્રવાસ દરમિયાન પરિયોજના પર ધ્યાન આપવાની સાથે વેપારી સંબંધો તથા લોકો વચ્ચે સંબંધો પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું.

પાકિસ્તાનનું નામ લીધા વગર વિદેશમંત્રીએ જણાંવ્યું કે, અમને એક પાડોશી તરફથી એક અલગ પ્રકારનો પડકાર ફેંકવામાં આવ્યો છે. તેનાં એક સામાન્ય પાડોશી દેશ બનવા અને આંતક વિરૂદ્ધ કાર્યવાહી કરવા સુધી આ સ્થિતી બની રહેશે. જયશંકરે એમ પણ જણાંવ્યું કે સીમા પારથી થતો આતંકવાદ, અનુચ્છેદ 370ને દુર કરવા જેવા અનેક મુદ્દા પર ભારત પાસે વૈશ્વિક જગતને અવગત કરાવ્યું હતું.

READ ALSO

Related posts

બ્રેક્ઝિટ માટે બ્રિટન-EUમાં નવી ડીલ, PM બોરિસ જોન્સને કર્યું એલાન

Kaushik Bavishi

ઘોર કળીયુગ : ભાઈ બહેનનાં પવિત્ર સંબધને કર્યો શર્મસાર, પછી થયું એવું કે…..

pratik shah

દેશભરની તમામ ગર્ભવતી મહિલાઓને લઈને સામે આવ્યો ચોંકાવનારો અભ્યાસ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!