GSTV

UNSCમાં વિદેશપ્રધાને પાકિસ્તાનની પોલ ખોલી નાખી, આતંકીઓને આપે છે 5 સ્ટાર સુવિધાઓ

વિદેશ પ્રધાન ડો. એસ જયશંકરએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરીષદ (UNSC)માં આતંકવાદ વિરૂધ્ધ આંતરરાષ્ટ્રિય સહયોગ સાથે સંકળાયેલા એક પરિસંવાદમાં પાકિસ્તાનને નિશાન બનાવ્યું, જયશંકરે ચીનનું નામ લીધા વગર જ આતંકવાદીઓ સામે વૈશ્વિક કાર્યવાહીમાં આડખીલી ઉભી કરવાનાં પ્રયાસોની પણ નિંદા કરી, તે સાથે જ UNSC દ્વારા આપવામાં આવેલા પાવરનો પણ દુરપયોગ કરવામાં આવી રહ્યો છે. 

વિદેશ પ્રધાને આ પ્રસંગે આતંકવાદનાં સામના અને અસરકારક કાર્યવાહી નક્કી કરવા માટે 8 સુત્રી એક્સન પ્લાનનો પ્રસ્તાવ પણ રજુ કર્યો, જયશંકરે મંગળવારે ‘1373 સ્વિકારવામાં આવ્યાનાં 20 વર્ષ બાદ આતંકવાદ સામેની લડાઇમાં આંતરરાષ્ટ્રિય સહયોગ’ શીર્ષકથી ખુલ્લી ચર્ચામાં ભાગ લીધો.

1 જાન્યુઆરી 2021નાં દિવસે ભારટ દ્વારા UNSCનું સભ્યપદ બીજી વખત સંભાળવામાં આવ્યા બાદ આ પહેલો પ્રસંગ હતો, કે વિદેશ પ્રધાને હસ્તક્ષેપ કર્યો, જયશંકરનું કહેવું છે કે દુનિયા માટે આતંકવાદ વિરૂદ્ધ ઝીરો ટોલરન્સ બતાવવાનો સમય આવી ગયો છે, પાકિસ્તાનનું નામ લીધા વગર જ વિદેશ પ્રધાને ફોરમને જણાવ્યું કે ભારત કઇ રીતે દાયકાઓથી આતંકવાદ સામે ઝઝુમી રહ્યું છે.  

તેમણે આતંકવાદ વિરૂધ્ધ અપનાવાતા બેવડા માપદંડોનો ઉલ્લેખ કર્યો અને કહ્યું આતંકવાદી આતંકવાદી જ હોય છે, તેમાં સારા અને ખરાબ નો ભેદ થઇ શકતો નથી, જે આ પ્રકારનાં ભેદ કરે છે તેમનો એક એજન્ડા હોય છે, જે તેમની પ્રવૃતીઓ પર પરદો પાડે છે, તે પણ તેટલો જ કસુરવાર છે. 

તેમણે આતંકવાદની સાથે સંગઠિત ગુનાની પણ અલગથી ઓળખ કરવા પર ભાર મુક્યો, આ પ્રસંગે તેમણે ભારતમાં 1993 મુંબઇ બોમ્બ વિષ્ફોટો માટે જવાબદાર ગુનેગારોની સિન્ડીકેટને કેવી 5 સ્ટાર સુવિધાઓ મળે છે તે અમે જોયું છે.  

વિદેશ પ્રધાને સોશિયલ મિડિયા નેટવર્ક્સનો ઉપયોગ પણ કટ્ટરવાદને પ્રોત્સાહિત કરવા તથા આતંકવાદીઓની ભરતી માટે થાય છે તે અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી, આધુનિક ટેકનોલોજીએ આતંકવાદી સંગઠનોને વધુ ઘાતક બનાવ્યા છે. તે ઉપરાંત તેમણે આતંકવાદીઓને મળતી નાણાકિય મદદને રોકવા પર પણ ભાર મુક્યો.

READ ALSO

Related posts

દેશના જવાનો માટે આવી ગયા છે Hi Tech શૂઝ, જે દુશ્મનો પર બાજ નજર રાખવા સહિત ફાયરિંગ પણ કરી શકશે

Mansi Patel

સિરાજે કર્યો ખુલાસો, સિડની ટેસ્ટમાં વંશીય ટિપ્પણી બાદ અમ્પાયર્સે તેને કહી હતી આ વાત…

Ali Asgar Devjani

મોતનો ખેલ/ અહીં કબડ્ડીની રિંગમાં શ્વાસ રોકાતા ખેલાડીનું થયું મોત, મેદાન પર જ ઢળી પડ્યો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!