GSTV

બુલેટ ટ્રેન : મોદીએ આ પ્રોજેક્ટને બચાવવા જયશંકરને ઉતાર્યા મેદાને

નરેન્દ્ર મોદીએ પોતાના અત્યંત મહત્વાકાંક્ષી Bullet Train પ્રોજેક્ટને બચાવવા માટે વિદેશ મંત્રી જયશંકરને મેદાનમાં ઉતાર્યા છે. જયશંકર 6 – 7 ઓક્ટોબરે ક્વેડ બેઠકમાં ભાગ લેવા જાપાન જાય ત્યારે જાપાન સરકાર સાથે Bullet Train પ્રોજેક્ટને બચાવવાની ખાસ ચર્ચા કરવાના છે.

Bullet Train

ચીનની દાદાગીરી સામે કામ કરે છે કવેડ

ભારત, જાપાન, ઓસ્ટ્રેલિયા અને યુ.એસ.એ ચાર દેશોનું બનેલું ક્વેડ ગ્રુપ ચીનની વધતી દાદાગીરીને રોકવા માટે સાથે મળીને કામ કરે છે. ભારતમાં સરકારી રાહે કામ ચાલતું હોવાથી બુલેટ ટ્રેનનું કામ ધીમી ગતિએ ચાલે છે તેથી અકળાયેલી જાપાની કંપનીઓએ પ્રોજેક્ટમાંથી ખસી જવાની ચીમકી આપી છે. જયશંકર જાપાનાના વિદેશ પ્રધાન સાથે આ મુદ્દે ચર્ચા કરશે.

Bullet Train માટે વિશ્વાસનો માહોલ ઉભો કરવા પ્રયાસ

પીએમઓના સૂત્રોના મતે, જાપાનની કંપનીઓને પડતી તકલીફો દૂર કરવા માટે પીએમઓમાં એક ડેસ્ક ઉભી કરાય અને કંપનીઓ તેની સાથે સીધો સંપર્ક કરી શકે એ પ્રકારનું માળખું ગોઠવવાની ઓફર મોદીએ કરી છે. જયશંકરે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાથે સંકળાયેલી કંપનીઓના પ્રતિનિધીઓ સાથે બેઠકની પણ તૈયારી બતાવી છે કે જેથી તેમનામાં વિશ્વાસનો માહોલ ઉભો કરી શકાય.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

ડુંગળીની કિંમતોને નિયંત્રણ કરવા માટે સરકારે 15 ડિસેમ્બર સુધી આપી આયાત નિયમોમાં ઢીલ

Mansi Patel

દુશ્મનોની અભેદ ટેંકને 10 કિ.મી. દૂરથી તોડી પાડે તેવી ઘાતક મિસાઈલ ભારત વિકસાવી રહ્યું છે, ભારતીય આર્મી સજ્જ

Dilip Patel

યુઝર્સ પર કમ્પ્યુટર હાઈજેક થવાનો ભય વધ્યો, ગૂગલે જાહેર કર્યા PATCH

Karan
Do NOT follow this link or you will be banned from the site!