GSTV
Home » News » Breaking : ભારતમાં હુમલો કરવાની ફિરાકમાં છે જૈશના આતંકીઓ

Breaking : ભારતમાં હુમલો કરવાની ફિરાકમાં છે જૈશના આતંકીઓ

ભારતીય વાયુસેના તરફથી PoK પર કરવામાં આવેલા હુમલા બાદથી બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો છે. આ વચ્ચે જ ખબર છે કે જૈશના આઠથી નવ આતંકીઓ ભારતમાં હુમલો કરવાની ફિરાકમાં છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે જૈશના આતંકી આત્મઘાતી હુમલો કરી શકે છે. મામલાની ગંભીરતાને ધ્યાનમાં લેતાં સેનાને તૈનાત કરવામાં આવી છે.

આ ઉપરાંત પાકિસ્તાની ખુફિયા એજન્સી ISIએ પોતાના આતંકિયોને કરો કે મરોનો આદેશ આપ્યો છે. આ સમયે દિલ્હી સહિત અન્ય શહેરો પર આતંકી હુમલાના અલર્ટ આપ્યું છે. જૈશ-એ-હમ્મદ, લશ્ક-એ-તૈયબા અને હિજ્બુલ મુઝાહિદ્દીનના આતંકિઓને ભારતમાં ખુલી છુટ આપવામાં આવી છે.

ભારતીય વાયુસેનાના તમામ પાયલોટ એલર્ટ પર રહેવા સુચના આપવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ફક્ત બે મિનિટમાં ઉડાન ભરવા થાવ તૈયાર રહેવા કહેવામાં આવ્યું છે.

જણાવી દઇએ કે પાકિસ્તાની વિમાનને ભારતીય વાયુસીમામા ઉલ્લંગન કર્યું છે. જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લાના નૌશેરામાં સેક્ટરમાં વિમાન ઘુસ્યું હતું પરંતુ ભારતે જડબાતોડ જવાબ આપતા વિમાન પાછા પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં જતા રહ્યા. આ વિમાન F16 હોવાના અહેવાલ મળી રહ્યા છે. વિમાન આવ્યા બાદ વાયુસેના હવે હાઈ એલર્ટ પર છે. જમ્મુ કાશ્મીરના એરપોર્ટ પર પણ હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ સમયે એક મોટી ખબર આવી રહી છે મોટી જમ્મુ અને કાશ્મીરમાંથી, જ્યાં વાયુ સેનાના ફાઇટર પ્લેનના તૂટી જવાનાં સમાચાર છે. અહેવાલો અનુસાર, ટેકનિકલ તકલીફોને લીધે પ્લેન ક્રેશ થયું છે. વધુ માહિતી હજી સામે આવી નથી.

Read Also

Related posts

Mahashivratri 2020: મહાશિવરાત્રિના દિવસે જો ભોળાનાથને પ્રસન્ન કરવા છે, તો આટલા કામ અવશ્ય કરો

Pravin Makwana

કોંગ્રેસના કંગાળ પ્રદર્શનને લઈ અધ્યક્ષ પર અનેક સવાલ, એપ્રિલ સુધીમાં રાહુલ ગાંધીની વાપસી થવાની શક્યતા

Pravin Makwana

અમદાવાદમાં ઝુંપડાવાસીઓ હાથમાં બેનરો સાથે રેલી યોજી દેખાવો કર્યા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!