GSTV
Home » News » કાશ્મીરમાં CRPFના કાફલા પર જૈશનો આતંકી હુમલોઃ પાંચ જવાન શહીદ

કાશ્મીરમાં CRPFના કાફલા પર જૈશનો આતંકી હુમલોઃ પાંચ જવાન શહીદ

જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં જૈશ-એ-મોહમ્મદના બે આતંકીઓએ સીઆરપીએફના કાફલા પર હુમલો કર્યો હતો, જેમાં પાંચ જવાનો શહીદ થયા હતા. જ્યારે અન્ય ચાર જવાનો ગંભીર રીતે ઘવાયા હતા અને તેમને સારવાર માટે નજીકની સૈન્ય હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. આ ઘટના બપોર બાદ બની હતી, એક મોટરસાઇકલ પર આવેલા આતંકીઓએ સીઆરપીએફના કાફલા પર ગોળીબાર કરી દીધો હતો. અનંતનાગના ખાનબાલ-પહલગામ વિસ્તારમાં આ હુમલો થયો હતો, સીઆરપીએફના જવાનોને અહીં નિયમિત ચેકિંગ માટે ચેકપોસ્ટ પર તૈનાત કરાયા હતા. જ્યારે ચેકિંગ ચાલી રહ્યું હતું ત્યારે જ આતંકીઓએ ગોળીબાર કરી દીધો હતો.

જોકે પેટ્રોલિંગ પાર્ટીએ પણ આક્રામક રીતે જવાબ આપ્યો હતો, જે દરમિયાન પાંચ જવાનો શહીદ થયા હતા.  આ હુમલામાં વળતા જવાબમાં બે આતંકીને ઠાર મારવામાં સફળતા મળી હતી, આ હુમલાની જવાબદારી અલ ઉમર મુજાહિદ્દીને લીધી હતી, પોલીસે જણાવ્યું હતું કે આ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો જ ભાગ છે. 

જે વિસ્તારમાં આ હુમલો થયો છે ત્યાંથી અમરનાથ યાત્રીકો પણ પસાર થવાના હોવાથી તેમની સુરક્ષા માટે જ જવાનોને તૈનાત કરાયા છે. અહીં મોટા પાયે તપાસ અભિયાન જારી કરાયું છે. જેથી અગાઉ જે પ્રકારનો હુમલો યાત્રીકો પર થયો હતો તેને ટાળી શકાય. પહેલી જુલાઇથી અહીંથી યાત્રીકોનો કાફલો પસાર થવાનો છે. આ યાત્રા ૧૫મી ઓગસ્ટ સુધી ચાલશે માટે સુરક્ષા વધારી દેવામાં આવી છે. 

આ પહેલા ૨૦૧૭માં જુલાઇ માસમાં કાનબાલમાં લશ્કરે તોયબાના આતંકીઓએ અમરનાથ યાત્રીકો પર હુમલો કર્યો હતો, યાત્રીકોની બસ પર થયેલા આ હુમલામાં આઠ લોકો માર્યા ગયા હતા. આવી કોઇ ઘટના આ વખતે ન બને તે માટે સુરક્ષાને વધારી દેવામા આવી છે અને રસ્તા પરથી પસાર થવા વાહનોનું ભારે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આવી જ એક પોસ્ટ પર આતંકીઓ ત્રાટક્યા હતા જેમાં પાંચ જવાનો શહીદ થયા હતા. આ વર્ષે અનંતનાગમાં આ સૌથી મોટો હુમલો છે, અને તેમાં પણ અમરનાથ યાત્રાના રુટને જ નિશાન બનાવ્યો હોવાથી તંત્રને પણ એલર્ટ કરી દેવામાં આવ્યું છે.

READ ALSO

Related posts

આ ટ્રસ્ટ પાસેથી બેંકોએ ચિલ્લર લેવાનો કર્યો ઈન્કાર , મામલો પહોંચ્યો રીઝર્વ બેન્કે

Path Shah

CM રૂપાણીનાં દિલ્હીમાં ધામા: પેટાચૂંટણી સંદર્ભે પક્ષ પ્રમુખ અમિત શાહ સાથે કરી ચર્ચા

Riyaz Parmar

પંચમહાલમાં 15માં કૃષિ મહોત્સવનો પ્રારંભ, સીએમ રૂપાણીએ ખેડૂતોની આવકને લઈને કર્યો આ ખૂલાશો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!