GSTV

રાષ્ટ્રીય રાજમાર્ગ પર મોટા આતંકી હુમલાનો ભય, સૈન્ય શિબિરોને ઉડાવી દેવાના કાવતરાનો થયો ખુલાસો

પ્રજાસત્તાક દિવસ પર આતંકીઓએ રાષ્ટ્રીય રાજમાર્ગ સાથે જોડાયેલી સૈન્ય શિબિરોને ઉડાવી દેવાનું કાવતરૂ રચ્યું છે. સુરક્ષા એજન્સીઓને જૈશ-એ-મોહંમદના આતંકીઓની વાતચીતનો એક ઓડિયો હાથ લાગ્યો છે. જેમાં રાષ્ટ્રીય રાજમાર્ગ પર મોટા આતંકી હુમલાના કાવતરાનો ખુલાસો થયો છે.

ગુપ્તચર એજન્સીઓને મળેલા ઈનપુટ બાદ તમામ સૈન્ય શિબિરોની સુરક્ષા વધુ વધારી દેવાઈ છે. તો બીજી બાજુ પ્રજાસત્તાક દિવસને જોતાં તમામ એજન્સીઓ હાઈએલર્ટ પર છે. સૂત્રોની માહિતી મુજબ સુરક્ષા એજન્સીઓને હાથ જૈશ-એ-મોહંમદના કમાંડર અબ્દુલ મનન ઉર્ફે ડોક્ટરનો ઓડિયો હાથ લાગ્યો છે. જે હાલમાં પાકિસ્તાનમાં સિયાલોટના દસકામાં તંબૂ તાણીને બેઠો છે.

વાતચીતમાં ઓજીડબલ્યુ દ્વારા આતંકિઓની મદદ અને તેમને સુરક્ષિત રસ્તો ઉપલબ્ધ કરાવવા માટે હાઈવે પર કોઈ દુકાન ખોલવા અંગે જાણકારી લેવાઈ હતી. હાઈવે પર વર્તમાના સ્થિતિ સહિત ઈન્ટરનેટ કનેક્શન સંબંધે પણ ઈનપુટ લેવાયા છે. તો ડોડા જિલ્લામાં હિઝબુલના આતંકીઓની વર્તમાન સ્થિતિ પણ જાણવાના પ્રયાસનો ખુલાસો થયો છે.

READ ALSO

Related posts

જાસૂસના હથિયાર તરીકે વપરાતી ઈન્સ્ટાગ્રામ અને ટ્વીટર એપમાં રહેલી આ ખામીઓ હવે થશે દૂર

Dilip Patel

બિહાર/ NDAમાં નક્કી થઈ ગયું કઈ પાર્ટીને કેટલી મળશે સીટ, 104 પર JDU અને 100 પર લડશે BJP

Pravin Makwana

ભાજપના નવનિયુક્ત રાષ્ટ્રીય સચિવે વિવાદિત નિવેદન આપતા પશ્ચિમ બંગાળનું રાજકારણ ગરમાયું

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!