GSTV
Home » News » કોંગ્રેસના મોટા નેતાનું અપહરણ કરવા ઈચ્છતા હતા જૈશના આતંકી

કોંગ્રેસના મોટા નેતાનું અપહરણ કરવા ઈચ્છતા હતા જૈશના આતંકી

Masood_PAKISTAN

આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JEM)ની નાપાક હરકતને કારણે પુલવામા ત્રાસવાદી હુમલામાં CRPFના 40 જવાન શહીદ થયાં. જોકે, આ પ્રથમ વખત બન્યુ હોય તેવુ નથી કે JEMએ ભારત પર આતંકવાદી હુમલો કર્યો હોય. આ અગાઉ પણ આતંકવાદી સંગઠન મોટા આતંકવાદી કૃત્યોને અંજામ આપી ચૂક્યો છે. સાથે જ ભારતના નેતાઓના અપહરણની પ્લાનિંગ કરી છે.

સૌપ્રથમ અહીં તમને જણાવવાનુ કે આ સંગઠનની સ્થાપના વર્ષ 2000માં મસૂદ અઝહરે કરી હતી. આ એ જ મસૂદ અઝહર છે, જેણે 24 ડિસેમ્બર 1999માં કંધાર વિમાન અપહરણ દરમ્યાન મુક્ત કરી દેવામાં આવ્યો હતો. વાજયેપી સરકારના તમામ પ્રયત્ન બાદ પણ પ્રવાસીઓથી ભરપૂર આઈસી-814 વિમાનને હેમખેમ મુક્ત કરાવવા માટે ત્રણ કુખ્યાત આતંકવાદીઓને મુક્ત કરવા પડ્યા હતાં. આ ત્રણ આતંકીઓમાં મૌલાના મસૂદ અઝહર, અહમદ ઉમર સઈદ શેખ અને મુશ્તાક અહમદ જરગર સામેલ હતાં.

શું છે જૈશ-એ-મોહમ્મદનો હેતુ: આ આતંકી સંગઠનનો ઉદ્દેશ્ય કાશ્મીરમાં હિંસા ઉભી કરવાનો અને ભારતમાં આતંકવાદી હુમલાને અંજામ આપવાનો છે.

જૈશ-એ-મોહમ્મદનું નામ ક્યારે ચર્ચામાં આવ્યું: વર્ષ 2001માં સંસદ પર આતંકવાદી હુમલાથી આ સંગઠનનુ નામ ચર્ચામાં આવ્યું હતું. 13 ડિસેમ્બર 2001ના રોજ ભારતીય સંસદ પર જૈશના આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. તે વખતે એક સફેદ એમ્બેસેડર કારમાં 5 આતંકવાદી આવ્યા હતાં, જેણે 45 મિનિટમાં લોકશાહીના મોટા મંદિરને ગોળી ધરબીને આખા હિન્દુસ્તાનમાં ત્રાસવાદી ભૂકંપ લાવી દીધો હતો. આ હુમલામાં દિલ્હી પોલીસના જવાન સહિત કુલ 9 લોકો શહીદ થયા હતાં. આ હુમલાના દોષિત અફઝલ ગુરૂ અને જેકેએલએફના સંસ્થાપક મકબૂલ ભટ્ટને ફાંસી આપવામાં આવી હતી.

બીજો હુમલો: 24 સપ્ટેમ્બર 2002ના રોજ લશ્કરે-ઐ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદના 2 આતંકવાદીઓએ સાથે મળીને ગુજરાતના ગાંધીનગરના અક્ષરધામ મંદિરમાં હુમલો કર્યો હતો.

ત્રીજો હુમલો: 29 ઓક્ટોબર 2005ના રોજ જૈશ અને લશ્કરના આતંકવાદીઓએ ભેગા મળીને દિલ્હીમાં સીરિયલ બ્લાસ્ટ કરી ધરાને ધ્રૂજાવી હતી.

ચોથો હુમલો: 2 જાન્યુઆરી 2016ના રોજ 3:30 વાગ્યે પંજાબના પઠાણકોટમાં પઠાણકોટ એરફોર્સ સ્ટેશન પર ભારે માત્રામાં દારૂગોળા સાથે સજ્જ આતંકીઓએ આક્રમણ કર્યુ હતું. આતંકવાદીઓ સાથેની અથડામણમાં 7 જવાન શહીદ થયા હતાં અને 37 લોકો ઘાયલ થયા હતાં. આ હુમલા પાછળ જૈશ-એ-મોહમ્મદનો હાથ હતો.

આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદે વર્ષ 2008માં ક્રિકેટર સચિન તેંડુલકરનુ અપહરણ કરવાન ધમકી આપી હતી.

રાહુલ ગાંધીનુ અપહરણ: વર્ષ 2007માં 12 વર્ષ પહેલાં જ્યારે લખનઉમાં 3 શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરી હતી ત્યારે ખુલાસો કર્યો હતો કે રાહુલ ગાંધી આ ત્રાસવાદીઓના નિશાને હતાં. આ આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના હતાં. પૂછપરછ દરમ્યાન જાણવા મળ્યું હતું કે આ આતંકવાદી રાહુલ ગાંધીનુ અપહરણ કરવાની યોજના બનાવી રહ્યાં હતાં.

અત્યાર સુધીનો સૌથી મોટો આતંકવાદી હુમલો: 14 ફેબ્રુઆરી 2019 રોજ જૈશ-એ-મોહમ્મદ આતંકી સંગઠને ભારત પર સૌથી મોટી આતંકવાદી હુમલો કર્યો હતો. જેમાં 40 જવાન શહીદ થયા હતાં. આ અગાઉ દેશ ઉરી, અમરનાથ અને ગુરૂદાસપુરમાં થયેલા આતંકવાદી હુમલાને પણ સહન કરી ચૂક્યો છે. મહત્વનું છે કે, આતંકીઓના કાફલાએ આઈઈડી વિસ્ફોટ કર્યો હતો. આ ઘટનાને અંજામ જૈશ-એ-મોહમ્મદના આતંકી આદિલ અહમ ડારે આપ્યો હતો, જેણે પુલવામા જિલ્લાના લેથપોરા ગામથી જઇ રહેલી સીઆરપીએફ જવાનોની બસમાં વિસ્ફોટથી ભરેલી પોતાની ગાડી ઘુસાડી દીધી હતી. આ ઘટનામાં આદિલનુ પણ મોત થયુ છે.

READ ALSO

Related posts

બ્રિટનની મહારાણી આપી રહી છે નોકરી, જાણો તેના માટે કેટલા યોગ્ય છો તમે?

Nilesh Jethva

બ્રાઝીલનાં બારમાં 7 બંદુકધારીઓએ કર્યો ગોળીબાર,બાર માલિક સહિત 11 લોકોનાં મોત

Mansi Patel

બાલાકોટ એરસ્ટ્રાઇક મુદ્દે સૈન્યનું મોટું નિવેદન: રાજકિય પક્ષો ભલે ગમે તે દાવા કરે પરંતુ…

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!