દેશભરમાં 21 માર્ચના રોજ ઉજવવામાં આવી રહેલા હોળીના તહેવારની તૈયારીઓ પૂરી થઇ ગઇ છે. રંગોમાં ડૂબતા પહેલાં હોલીકા દહનનો કાર્યક્રમ થશે. આજે દેશના તમામ રાજ્યોમાં હોલીકા દહન કરવામાં આવશે. હોળી દહનમાં તમામ બુરાઈઓનો નાશ થાય છે તેવી માન્યતા છે.
હોલીકા દહનની તૈયારીઓ વચ્ચે મુંબઇના વર્લી વિસ્તારમાં કંઇક આવું જ થયું છે, જેણે સૌકોઇનું ધ્યાન આકર્ષ્યુ છે. વર્લીમાં હોલીકા સાથે જૈશ-એ-મોહમ્મદ સરગના મસૂદ અઝહરના પૂતળાનું દહન કરવામાં આવશે.
મસૂદના પૂતળા નીચે દહેશતવાદ લખ્યું હતું. તો આ બાળકો પર વિપરીત અસર કરતી પબજી વીડિયો ગેમનું પણ પૂતળું સળગાવવામાં આવશે. આયોજકોએ કહ્યું કે મોબાઈલ ગેમ પબજી મામલે મા-બાપ જાગૃત થાય તેવો આ પ્રયાસ છે.. આ ગેમ રમતા બાળકો હિંસક બને છે. અને અભ્યાસમાં રૂચી રહેતી નથી.
આ પ્રકારના અનોખા હોલીકા દહન કાર્યક્રમના આયોજકોનું કહેવું છે કે આતંકી મસૂદ અઝહરના પૂતળાનું દહન કરવાનો ઉદ્દેશ આતંકનો આ દુનિયામાંથી નાશ કરવાનો સંદેશ આપવાનો છે.
Read Also
- શું તમારી પાસે છે આ હેલ્થ પોલિસી, તો તમને મળી શકે છે ફ્રી કોવિડ વેક્સિન
- આંદોલન બન્યું ઉગ્ર/ રૂટ બદલીને લાલ કિલ્લા તરફ વધ્યો ખેડૂતોનો એક જથ્થો, તમામ બેરીકેડિંગ તોડીને ટ્રેક્ટર આગળ વધ્યા
- વિવાદ થશે/ નામ પાછળ અટક ન લખવા માટે દેશની દરેક વ્યક્તિને મંજૂરી આપો, હાઈકોર્ટમાં પહોંચ્યો મામલો
- શું તમે પણ નસકોરાના અવાજથી છો પરેશાન ?તો અજમાવો આ ટીપ્સ અને નસકોરાથી મેળવો છૂટકારો
- ઉમેદવારોની પસંદગી માટે મંથન, આ મહિનાના પ્રથમ સપ્તાહમાં ભાજપ જાહેર કરશે દાવેદારો