GSTV
Home » News » રાજસ્થાનમાં નાયબ મુખ્યપ્રધાને જ મુખ્યપ્રધાન પર નિશાન ટાક્યું, ગેહલોત પર કર્યા પ્રહાર

રાજસ્થાનમાં નાયબ મુખ્યપ્રધાને જ મુખ્યપ્રધાન પર નિશાન ટાક્યું, ગેહલોત પર કર્યા પ્રહાર

રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટે ગહેલોત સરકાર પર નિશાન સાધ્યું છે. તેઓએ કહ્યું કે અમારી સરકારે પહેલૂ ખાન કેસમાં એસઆઈટી રચના પહેલાં જ કરી દેવાની જરૂર હતી. સચિન પાયલટે એમ પણ કહ્યું કે જો ગહેલોત સરકાર એસઆઈટીનું ગઠન પહેલાં કર્યું હોત પહલૂ ખાન મામલે તમામ પાસાઓની તપાસ થાત અને બનત કે લોઅર કોર્ટમાંથી આરોપીઓ નિર્દોષ ન છૂટત.

પાયલટનું આ નિવેદન એટલા માટે મહત્વનું છે કેમકે રાજસ્થાનના મુખ્યમંત્રી પ્રદેશના ગૃહમંત્રી પણ છે અને પહલૂ ખાન કેસમાં એસઆઈટી તપાસના આદેશ અશોક ગહેલોતે પોતે જ આપ્યા હતા. ત્યારે રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રીનું આ નિવેદન સીધો જ ગહેલોતના આદેશ પર નિશાન સાધી રહ્યું છે.

રાજસ્થાનમાં ગહેલોત અને પાયલટ વચ્ચે મનમેળ નથી અને મુખ્યમંત્રી પદની રેસ માટે બંને નેતાઓ વચ્ચે એક સ્પર્ધા હતી. જેમાં ગહેલોતે બાજી મારી હતી ત્યારે પાયલટને પણ ખુશ રાખવા તેમને નાયબ મુખ્યમંત્રી પદ સોપવામાં આવ્યું છે. જોકે બંને નેતાઓ વચ્ચે 36નો આંકડો હોવાથી વારંવાર તેઓ એકબીજાને નીચા પાડવા તત્પર જોવા મળે છે.

READ ALSO

Related posts

દિવાળીમાં તમારા ઘરને સજાવો આ પદ્ધતિથી મહેમાનો આગળ પડી જશે વટ

Dharika Jansari

ગુસ્સામાં ગર્લફ્રેન્ડને કહી દીધી કોલગર્લ, હવે 15 વર્ષે કોર્ટે આપ્યો આ ચૂકાદો

Mayur

દિવાળીના નાસ્તામાં સરસ મજાની બનાવો મિની ભાખરવડી

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!