GSTV
Home » News » કેમ છૂટાછેડા માંગી રહી છે જયપુરની રાજકુમારી દીયા, 21 વર્ષ પહેલા કર્યા હતા લવ મેરેજ

કેમ છૂટાછેડા માંગી રહી છે જયપુરની રાજકુમારી દીયા, 21 વર્ષ પહેલા કર્યા હતા લવ મેરેજ

જયપુરના પૂર્વ રાજવી પરિવારની દીકરી દીયા કુમારી ફરી એક વખત પોતાની અંગત જીવનને લઇને ચર્ચામાં છે. 21 વર્ષ પહેલા બધા સમાજ સાથે લડીને તેઓ લવ મેરેજ કરીને ચર્ચામાં આવ્યા હતાં. હવે દીયાએ પોતાના પતિ નરેન્દ્ર સિંહ પાસેથી છૂટાછેડા માંગ્યા છે. ત્યારબાદ તેઓ ચર્ચામાં છે. દીયાએ ગાંધીનગર સ્થિત ફેમિલી કોર્ટમાં પોતાના પતિ નરેન્દ્ર સિંહ સાથે છૂટાછેડા માટે અરજી કરી છે. મનાઇ રહ્યું છે કે કોર્ટ દીયા કુમારીની અરજી પર તાત્કાલિક સુનાવણી કરી શકે છે.

દીયા કુમારીના લગ્ન ઓગષ્ટ 1997માં થયા હતાં. લગ્નની સાથે એક વિવાદ પણ શરૂ થયો હતો. તેમણે નરેન્દ્ર સિંહ સાથે પ્રેમ વિવાહ કર્યા હતાં. વિવાદ એટલે શરૂ થયો હતો કે તેઓ બંને એક જ ગોત્રના હતાં. જેને લઇને રાજપૂત સમાજમાં પણ આક્રોશ જોવા મળ્યો હતો. લગ્નને લઇને વિવાદ શરૂ થયો, પરંતુ તેઓ પોતાની વાત પર મક્કમ રહ્યાં.

દીયાની લવસ્ટોરી

દીયાએ પોતાની લવસ્ટોરીને લઇને એક બ્લોગ લખ્યો હતો, જેમાં તેમણે નરેન્દ્ર સિંહ સાથે પોતાના અફેરની બધી માહિતી શેર કરી હતી. દીયાએ તેમાં આ વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો કે તેના પતિ નરેન્દ્ર સિંહ સાથે તેની પહેલી મુલાકાત કેવીરીતે થઇ હતી. નરેન્દ્ર સાથે જ્યારે તેણી મળી હતી ત્યારે તેની ઉંમર 18 વર્ષ હતી.

દીયાના જણાવ્યા અનુસાર, 1989માં નરેન્દ્ર જ્યારે ગ્રેજ્યુએશન બાદ ચાર્ટડ એકાઉન્ટટન્ટની તૈયારી કરી રહ્યા હતાં તે દરમ્યાન તેમણે એસએમએસ સંગ્રહાલય ટ્રસ્ટમાં ટ્રેનિંગ માટે એકાઉન્ટ સેક્શનમાં જોઇનિંગ કર્યુ હતું. અહીં તેમણે ત્રણ મહિના કામ કર્યુ. આ દરમ્યાન નરેન્દ્ર સાથે મારી પહેલી મુલાકાત થઇ હતી. તેઓ કોઇ કામથી આવ્યા હતા, કારણકે હું પણ એકાઉન્ટમાં મદદ કરી રહી હતી, જેમાં મને તેમની સાથે હિસાબ જોવા માટે કહ્યું હતું. અમારા બે વચ્ચે વાત થઇ અને મને તેમની સાથે વાત કરવુ સારું લાગ્યું હતું.

મને નરેન્દ્રમાં જે સારું લાગ્યું, તે હતી તેમની સાદગી અને પ્રામાણિકતા. તેમનો કેયરિંગ સ્વભાવ મને ખૂબ ગમ્યો. જે ભારતીય પુરૂષોમાં ખૂબ જ ઓછો જોવા મળે છે. આ નક્કી હતુ કે આ ફર્સ્ટ લવ એટ ફર્સ્ટ સાઇટ એટલેકે પહેલી નજરમાં થતો પ્રેમ એવુ નહતું. જેનો પ્રથમ અહેસાસ મને તેમની ટ્રેનિંગના ત્રણ મહિના બાદ થયો. મને તેમને મળવાનું મન થતુ હતું. નરેન્દ્ર જ્યારે જયપુર આવતા હતાં ત્યારે અમે પોતાના મિત્રની સાથે અહીં મળતા હતાં. ત્યાં સુધી અમારા બંનેમાં સારી મિત્રતા થઇ હતી.

ત્યારબાદ જ્યારે મારે પોતાના માતા-પિતાની સાથે વિદેશ યાત્રા પર જવુ પડતુ હતું, ત્યારે મને નરેન્દ્રની યાદ આવતી હતી. દરેક સમયે મને તેમની સાથે મળવાનુ મન થતુ હતું. ત્યારે મને સમજાયુ કે અમારી વચ્ચે ફક્ત મિત્રતા નથી, પણ મને અહેસાસ થયો કે તેમના પ્રત્યે મારી કેટલી સ્ટ્રોન્ગ ફિલિંગ છે.

જ્યારે દીયાએ પોતાની માતાને નરેન્દ્ર વિશે જણાવ્યું તો તેમને ઊંડો ઝાટકો લાગ્યો હતો. તેઓ ઈચ્છતી હતી કે હું તેમાંથી બહાર નિકળી જઉં. ત્યારબાદ હું સતર્ક રહેતી હતી અને અમે હંમેશા દિલ્હીમાં મળતા હતાં. અમારા અફેર વિશે જ્યારે નરેન્દ્રના માતા-પિતાને ખબર પડી તો તેમની પ્રતિક્રિયા પણ મારી માતા જેવી હતી. તેમણે આ વાતને લઇને નરેન્દ્ર સાથે ખૂબ ઝઘડો કર્યો.

અમે લોકોએ પોતાના પરિવારજનો માટે એકબીજાથી દૂર જવાનો નિર્ણય કર્યો, પરંતુ અમારા બંનેથી આ થયુ નહીં. ત્યારબાદ અમે બંનેએ કોર્ટ મેરેજ કર્યા હતાં. આ અંગે જ્યારે ઘરે ખબર પડી તો બધાને ખૂબ ગુસ્સો આવ્યો. પરંતુ બાદમાં બંને લગ્ન માટે તૈયાર થઇ ગયા. પરેશાની અહીં સમાપ્ત થઇ નથી. ત્યારબાદ રાજપૂત સમાજે એક ગોત્ર હોવાથી આ લગ્નનો વિરોધ કર્યો. બાદમાં ઓગષ્ટ 1997માં બંનેના દિલ્હીમાં લગ્ન થયા હતાં.

દીયા મહારાજા ભવાની સિંહની લાડકી પુત્રી છે. તેમણે પોતાનો અભ્યાસ મૉડર્ન શાળા નવી દિલ્હી અને મહારાણી ગાયત્રી દેવી ગર્લ્સ પબ્લિક સ્કૂલ જયપુરમાં કર્યો. આગળનો અભ્યાસ કરીને લંડન ચાલી ગઇ. દીયા કુમારીના બે દીકરા પદ્મનાભ સિંહ અને લક્ષ્યરાજ સિંહ અને બેટી ગૌરવી છે. દીયા હાલમાં સવાઈ માધોપુરથી ભાજપની ધારાસભ્ય છે.

READ ALSO

Related posts

ભારતીય જહાજોની સલામતી માટે, નેવીએ ઓમાનની ખાડીમાં તૈનાત કર્યા બે યુદ્ધજહાજો

Path Shah

વિશ્વના આ શહેરોમાં નોંધાયું સૌથી વધુ તાપમાન, જાણશો રહી જશો દંગ!

Path Shah

ટ્રમ્પના વહીવટી તંત્રે કર્યો આ નિર્ણય, ભારતીયોને કરશે વધુ અસર…

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!