GSTV
Home » News » 144ની કલમ લાગુ, ઈન્ટરનેટ બંધ… આ કાશ્મીર નહીં જયપૂર છે

144ની કલમ લાગુ, ઈન્ટરનેટ બંધ… આ કાશ્મીર નહીં જયપૂર છે

રાજસ્થાનની રાજધાની જયપુરમાં સોમવારે મોડી રાત્રે કોમી તનાવ અને હિંસક બનાવો સર્જાતાં 144મી કલમ લાગુ પાડવામાં આવી હતી. હિંસક બનાવોમાં નવ પોલીસમેન સહિત કુલ 24 વ્યક્તિને ઇજા થઇ હતી.

પોલીસે જણાવ્યા મુજબ ગલતા ગેટ, રામગંજ, સુભાષચોક, માણક ચોક, બ્રહ્મપુરી, કોતવાલી, સંજય સર્કલ, નાહરગઢ, શાસ્ત્રીનગર, ભટ્ટા બસતિ, આદર્શ નગર, મોતી ડુંગરી, લાલ કોઠી, ટ્રાન્સપોર્ટ નગર અને જવાહર નગરમાં સોમવાર રાતથી 144મી કલમ લાગુ પાડવામાં આવી હતી.

દસથી વધુ વિસ્તારોમાં બુધવાર રાત સુધી ઇન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવી હતી. પોલીસે આપેલી માહિતી મુજબ એક કોમના લોકો ગલતા ગેટ પાસે દિલ્હી હાઇવે જામ કરી રહ્યા હતા ત્યારે અથડામણ ફાટી નીકળી હતી.

દરમિયાન, હરિદ્વારથી આવી રહેલી એક બસ પર કોઇએ પથ્થર ફેંકતાં બસના યાત્રીઓને ઇજા થઇ હતી. એ દરમિયાન અફવા ફેલાતાં બંને કોમના લોકો સામસામે આવી ગયા હતા અને એકબીજા પર હુમલો કર્યો હતો. અડધા ડઝનથી વધુ કારના કાચ ફૂટી ગયા હતા.

READ ALSO

Related posts

UAEમાં પીએમ મોદીને આ ખાસ સન્માનથી કરવામાં આવશે સન્માનિત

Arohi

ચિદમ્બરમે CBI સામે આપેલા આ એક નિવેદનથી ફસાઈ શકે છે 8 IAS અધિકારીઓ

Arohi

વિદેશી બ્યુટી ટીપ્સથી આ રીતે વધારો ચહેરાની સુંદરતા, મળશે ગજબ ટ્રાન્સફોર્મેશન

Arohi
Do NOT follow this link or you will be banned from the site!